Connect Gujarat
ગુજરાત

લોકડાયરા બાદ ફિલ્મ થકી માણો શાહબુદ્દીન રાઠોડનું હાસ્યનું ભાથું 

લોકડાયરા બાદ ફિલ્મ થકી માણો શાહબુદ્દીન રાઠોડનું હાસ્યનું ભાથું 
X

સ્ટેજ કલાકારો દ્વારા અભિનીત ફિલ્મ દર્શકોને અસલ કાઠીયાવાડી ભાષા માં રમુજ કરાવશે

ગુજરાતના ખુબજ જાણીતા સાહિત્યકાર અને હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ લિખિત ફિલ્મ શુક્રવાર થી રાજ્ય ના સિનેમાગૃહો માં રજુ થશે.જે લોકોએ તેઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાંભળીને હાસ્ય ની રમઝટ માણી છે તેમના માટે હવે ફિલ્મ એક નવુજ નજરનું બની રહેશે.

શાહબુદ્દીન રાઠોડ દ્વારા લોકડાયરા તેમજ હાસ્ય ના કાર્યક્રમોમાં તેઓની વનેચંદનો વરઘોડો ની હાસ્ય રચિત વાત ખુબજ જાણતી બની છે,ત્યારે ગુજરાત નાં સિનેમા ગૃહો માં પ્રસિદ્ધ થનાર શાહબુદ્દીન રાઠોડ નો હાસ્ય નો વરઘોડો ફિલ્મ પણ લોકોને નિર્દોષ હાસ્ય નું મનોરંજન પૂરું પાડશે.આ ફિલ્મ માં રાજકોટના 7 સહિત મુંબઈ,અમદાવાદ ના કલાકારો એ અભિનય કર્યો છે.આજ ના સમયે ગુજરાતી ચલચિત્ર પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પરંતુ આ ફિલ્મ અસલ કઠીયાવાડી મિજાજ સાથે થાનગઢ,સુરજદેવળમાં ફિલ્મ નું શુટિંગ માત્ર 27 દિવસ માં જ પૂર્ણ કરવામાં આવ્યું છે અને ફિલ્મ તૈયાર કરવામાં 42 લાખ ખર્ચ થયો હોવનું જાણવા મળ્યું છે.

ફિલ્મ માં કોઈ મલ્ટી સ્ટાર કલાકારો નહિ પરંતુ તમામ કલાકારો રંગમંચ ના છે,જેમાં રાજકોટના મહમદ ભૂંગર,શિવલાલ સૂચક,ચેતન ટાંક,રમીઝ સાલાણી,જુસબ પરમાર,વંદના સરવૈયા,મનહર પરમાર,હિતેશ વ્યાસ,ડિરેક્ટર અમર સોલંકી સહિત ની ટીમ હાસ્ય થી તરબોળ ભાથું હાસ્ય પ્રેમીઓ ને પીરસશે.

Next Story