Connect Gujarat
ગુજરાત

લોકસભા ૨૦૧૯ની તૈયારીના ભાગ રૂપે, જામનગર ખાતે યોજાઇ ભાજપાની સમીક્ષા બેઠક!

લોકસભા ૨૦૧૯ની તૈયારીના ભાગ રૂપે, જામનગર ખાતે યોજાઇ ભાજપાની સમીક્ષા બેઠક!
X

લોકસભા બેઠક માટેના નિરીક્ષકોના જિલ્લામાં આગમનથી ભાજપના સ્થાનિક રાજકારણમાં ગરમાવો

આગામી લોકસભાની ચુંટણીને ઘ્યા01gને લઇ રાજકીય પક્ષો સંસદમાં બહુમતી પુરવાર કરવા કમ્મર કસી રહ્યા છે અને ઉમેદવારની પસંદગી માટે કવાયત શરૂ થઇ ગઇ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી લોકસભા બેઠક મુજબ નિરિક્ષકોની નિમણુંક કરી બેઠકોનો દૌર શરૂ કર્યો છે. ત્યારે જામનગર લોકસભા બેઠકના નિરિક્ષકોએ અટલ ભવન જિલ્લા ભાજપ કાર્યાલય પર કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="59984,59985,59986,59987,59988,59989,59990,59991"]

ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની બેઠક માટે ૪-૪ નિરિક્ષકોની પેનલ બનાવી તેમને જેતે લોકસભા બેઠકમાં પક્ષની પરિસ્થિતિ, કાર્યાકર્તાઓના મંતવ્ય અને સાંસદની કામગીરી વિશે માહિતી મેળવવા મોકલી આપવામાં આવ્યા છે. જામનગર બેઠક માટે ભા.જ.પ. દ્વારા નિમાયેલા નિરિક્ષકો રમણભાઇ વોરા, ધનસુખભાઇ ભંડેરી યોગેન્દ્રસિંહ ગોહિલ અને રૂપાબેન શીલુએ દ્વારકા-ખંભાળિયાના હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે ક્રમશ બેઠક કર્યા બાદ આજે જામનગરમાં અટલ ભવન જિલ્લા ભાજપ કાર્યાલય પર તાલુકા મુજબ બેઠક શરૂ કરી છે. નિરિક્ષકોએ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, પુર્વમંત્રી મુળુભાઇ બેરા સહિતના આગેવાનો અને હોદેદારો સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ભાજપના લોકસભાની જામનગર બેઠક માટેના નિરિક્ષકો આજે જિલ્લાના તાલુકાઓના હોદેદારો સાથે બેઠક કર્યા બાદ આવતીકાલે મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને વોર્ડના હોદેદારો સાથે બેઠક કરશે. લોકસભા બેઠક માટેના નિરીક્ષકોના જિલ્લામાં આગમનથી ભાજપના સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

Next Story