Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં લોક રક્ષક દળની પરીક્ષામાં ટ્રીકથી પુછાયેલા પ્રશ્નોમાં પરીક્ષાર્થીઓ અટવાયા

ગુજરાતમાં લોક રક્ષક દળની પરીક્ષામાં ટ્રીકથી પુછાયેલા પ્રશ્નોમાં પરીક્ષાર્થીઓ અટવાયા
X

ગુજરાત લોક રક્ષક દળનું પેપર ફુટી ગયા બાદ આજે રવિવારે લેવાયેલા લોકરક્ષક દળની પરીક્ષામાં ૭.૧૫ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. લોક રક્ષક દળની પરીક્ષા આપવા માટે કુલ ઉમેરવાર ૮.૭૬ લાખ જેટલા હતા. જેમાંથી ઓછી સંખ્યામાં ઉમેદવારોએ પરીક્ષા આપી હોવાનું ધ્યાને આવવા પામ્યું છે. લોક રક્ષક દળની પુરીક્ષામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈના તેમજ ગુજરાતના ડેમ અને અભ્યારણ્ય તેમજ સોમનાથ મંદિરના સંદર્ભમાં પ્રશ્ન પુછાયા હોવાનું પરીક્ષાર્થીઓમાંથી જાણવા મળી રહ્યું છે.

લોક રક્ષક દળની પરીક્ષાના પ્રશ્નપત્રમાં વિદ્યાર્થીઓને ખાસ ટ્રીકથી પ્રશ્ન પુછવામાં આવતા પરીક્ષાર્થીઓ ગુંચવાયા હોવાનું જાણવા મળી રહ્યુ છે.

પરીક્ષા આપેલા એક ઉમેદવારને પુછતા તેણે જણાવ્યું હતું કે કોન્સ્ટેબલની પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્ન પહેલી વખત જોવા મળા હતાં. જે ટ્રીકથી પ્રશ્ન પુછવામાં આવ્યા છે જેને કારણે ઘણા બધા પરીક્ષાર્થીઓ પ્રશ્નનો જવાબ આપવામાં મુશ્કેલી અનુભવી હતી.

લોક રક્ષક દળની પરીક્ષા ગુજરાત પોલીસ અને એસટી નિગમ સહિત લોકોના સહકાર સાથે આ પરીક્ષા લેવામાં આવી હતી. લોક રક્ષક દળની પરીક્ષામાં શિક્ષણ વિભાગના અધિકારીઓનો મહત્વનો ફાળો સહિત લોક રક્ષક દળની પરીક્ષામાં ૮.૭૬ લાખ પરીક્ષાર્થીઓને કોલ લેટર ઈસ્યુ કરાયા હતા જેમાંથી ૭.૧૫ લાખ જેટલા પરીક્ષાઓર્થીઓએ પરીક્ષા આપી હતી.

Next Story