Connect Gujarat
ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે
X

રાજ્યમાં સર્જાયેલી વરસાદી તારાજીનો ચિતાર મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા હતા.પીએમ મોદી બનાસકાંઠા જિલ્લાના પૂર ગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતુ.

નરેન્દ્ર મોદીબનાસકાંઠા અને પાટણમાં વરસાદે વેરેલા વિનાશનાં પગલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સતત ચિંતા વ્યક્ત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંપર્કમાં રહ્યા હતા,અને પીએમ મોદીએ આ અંગે સ્વયં પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવાનો નિર્ણય લીધો હતો.

પીએમ મોદીએ અમદાવાદ ખાતે સીએમ રૂપાણી,અને મંત્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને બચાવ રાહત તથા પૂર રાહત કામગીરીની સમીક્ષા કરી હતી.

વધુમાં પીએમ મોદીએ વિજય રૂપાણીને ગુજરાત પર આવેલી આ અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારની જરૂરી તમામ મદદ સહાયની પણ ખાતરી આપી હતી.

આ બેઠક બાદ પીએમ નરેન્દ્ર મોદી,સીએમ વિજય રૂપાણી દ્વારા પૂર ગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ,હવાઈ નિરીક્ષણ થકી પૂર ગ્રસ્ત વિસ્તારોનો ચિતાર મેળવ્યો હતો.

Next Story