Connect Gujarat
દુનિયા

વડાપ્રધાન મોદી 5 દેશોની મુલાકાતે જશે 

વડાપ્રધાન મોદી 5 દેશોની મુલાકાતે જશે 
X

હવાઈ પ્રવાસ દરમિયાન 45 કલાક વિમાન માં ઉડતા રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 4 જુન થી 5 દેશો ની મુલાકાતે જઈ રહ્યા છે.અને આ વિદેશ પ્રવાસ દરમિયાન તેઓ 45 કલાક વિમાન માં પસાર કરશે.

જાણવા મળ્યા મુજબ 4થી જુને મોદી સવારનો નાસ્તો દિલ્હી માં કરશે તો બપોરનું ભોજન અફઘાનિસ્તાનનાં હેરાત શહેરમાં અને રાત્રી નું ભોજન કતારની રાજધાની દોહામાં કરશે. તેઓની મુલાકાત હેરાતમાં અફઘાનિસ્તાન નાં રાષ્ટ્રપતિ અબ્દુલ ગની સાથે થશે. હેરાતમાં ભોજન બાદ કતાર જવા રવાના થશે. સાંજે તેઓ ભારતીય સમુદાયનાં લોકોને મળશે અને કતાર ના શાસક તેમજ ત્યાંના વ્યવસાયી વર્ગ સાથે પણ ચાર અને પાંચ જુન દરમિયાન કતારમાં મુલાકાત કરશે.

માત્ર 6 દિવસમાં મોદી અફઘાનિસ્તાન,કતાર,સ્વીટ્ઝરલેન્ડ,અમેરિકા અને મૈક્સિકો કુલ પાંચ દેશોનો પ્રવાસ કરશે અને આ દરમિયાન 45 કલાક તેઓ એટલે કે બે દિવસ સુધી વિમાન માં જ ઉડતા રેહશે.

Next Story