Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ ડોકટરની કામલીલાનો મામલો, કરાયું મેડિકલ ચેક અપ

વડોદરાઃ ડોકટરની કામલીલાનો મામલો, કરાયું મેડિકલ ચેક અપ
X

મેડિકલ ચેક અપમાં ગુપ્ત ભાગે ઈજાના નિશાન હોવાની વાત સામે આવી

વડોદરાના અનગઢ ગામે મહિલા દર્દીઓ સાથે કામલીલા કરવાના કેસમાં મુખ્ય આરોપી ડોક્ટર પ્રતિક જોષીને મેડિકલ માટે આજે બાજવા આરોગ્ય કેન્દ્ર અને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બાજવા આરોગ્ય કેન્દ્રમાં લોહીના નમૂના અને વીર્યના નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે ગુદાના ભાગે આરોપીને ઈજા પહોંચાડવામાં આવી હોવાથી તે અંગે પણ તપાસ કરવામાં આવતાં ગુપ્ત ભાગે ઈજાના નિશાન હોવાની વાત જાણવા મળી છે.

અનગઢ ગામમાં મહિલાઓ સાથે કામલીલા આચરવાના ગુનામાં ધરપકડ કરાયેલા ડો. પ્રતિક જોષીએ અનગઢ ગામના ડે. સરપંચ અને તેના 4 સાગરીતો સામે અપહરણ અને રૂપિયા 50 લાખની ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, અપહરણકારો ડોક્ટરને એક ફાર્મ હાઉસમાં લઇ ગયા હતા. જ્યાં તેઓને ગુદામાર્ગમાં લાકડી નાંખીને અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. માત્ર એટલું જ નહીં તેનો વીડિયો પણ ઉતાર્યો હતો.

Next Story