Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ- વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે સ્ટર્લિંગ હૉસ્પિટલ દ્વારા રાહતદરે OPD અને કેન્સર જાગૃતિ માટે પરિસંવાદ કાર્યક્રમો યોજાયા

વડોદરાઃ- વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે સ્ટર્લિંગ હૉસ્પિટલ દ્વારા રાહતદરે OPD અને કેન્સર જાગૃતિ માટે પરિસંવાદ કાર્યક્રમો યોજાયા
X

અન્સાર જનરલ હૉસ્પિટલ (મુઆવિન હૉસ્પિટલ ) ખાતે ‘સ્ટર્લિંગ સુપર સ્પેશ્યાલ્ટી OPDનો આજથી શુભારંભ

કેન્સર એક એવો રોગ છે, જે સમગ્ર માનવજાત માટે ખતરારૂપ ગણવામાં આવે છે. કેન્સર પ્રત્યે જનસાધારણ સુધી આવશ્યક જાગૃતિ પહોચે અને જનસમુદાય અગમચેતી રાખી નિરોગી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા પ્રેરિત થાય એ માટે આજરોજ “વિશ્વ કેન્સર દિવસ” નિમિત્તે સ્ટર્લિંગ હૉસ્પિટલ- રેસકોર્સ અને સ્ટર્લિંગ હૉસ્પિટલ ભાયલી દ્વારા વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત વડોદરા સ્થિત હ્યુમન વેલફેર ટ્રસ્ટ સંચાલિત અન્સાર જનરલ હૉસ્પિટલ (મુઆવિન હૉસ્પિટલ ) ખાતે સ્થાનિક જનતાના લાભાર્થે સુપર સ્પેશ્યાલ્ટીઝ નિષ્ણાતો દ્વારા દર્દીઓની તપાસ માટે નિયમિત ઓ.પી.ડીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="83032,83033,83034,83035,83036,83037,83038,83039,83040,83041,83042,83043,83044,83045,83046,83047,83048,83049,83050,83051,83052,83053,83054,83055"]

આ ઉપરાંત આજે મલ્ટી સ્પેશ્યાલ્ટી નિદાન કેમ્પ પણ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ રોગના તજજ્ઞોએ દર્દીઓને નિશુલ્ક તપાસ્યા હતા. આ સિવાય કેન્સર વિશે સામાન્ય જાણકારીથી લઈને ધ્યાનમાં રાખવાની બાબતો અને આધુનિક સારવાર જેવી બાબતો પર લોકચર્ચા માટે વિશેષ પરિસંવાદ પણ આયોજીત કરાયો હતો. આ પરિસંવાદમાં વ્યસનમુક્તિ અને સ્વચ્છતા દ્વારા રોગમુક્ત પરિવાર જેવા વિષયો પર ઉપસ્થિત ડૉક્ટર્સ દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા.

આ વિશે વધુ માહિતી આપતા સ્ટર્લિંગ હૉસ્પિટલ, વડોદરાના ઝોનલ ડિરેક્ટર, અનિલકુમાર નાંબિયાર જણાવે છેકે, કેન્સર રોગ સામે લડત આપવાના અમારા સંકલ્પને વધુ સુદ્ઢ કરવા અમે બહુઆયામી પ્રયત્નો હાથ ધર્યા છે. સમગ્ર ગુજરાતમાં સ્ટર્લિંગ હૉસ્પિટલ, કેન્સરની અત્યાધુનિક અને સંપૂર્ણ સારવાર આપતી હૉસ્પિટલ શૃંખલા છે. આધુનિક ટૅક્નોલૉજી અને નિષ્ણાત ડૉક્ટર્સની સેવાઓ તથા એક જ સ્થળે તમામ સારવાર-સુવિધાઓ આપવા અમે સજ્જ છીએ.

કેન્સર પ્રત્યે જનસામન્ય સુધી લોકજાગૃતિના પ્રયત્નો સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવે છે. આ વર્ષે લોકજાગૃતિની સાથે લોકસ્વાસ્થ્યને જોડીને અમે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યુ છે,જે અંતર્ગત હવેથી હ્યુમન વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત અન્સાર જનરલ હૉસ્પિટલ (મુઆવિન હૉસ્પિટલ ) ખાતે આજથી નિયમિત ઓ.પી.ડી સેવાઓ શરૂ કરવામાં આવી છે. આજરોજ મલ્ટી સ્પેશ્યાલ્ટી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઉપસ્થિત લગભગ more than 110 વ્યક્તિઓની નિશુલ્ક તપાસ કરવામાં આવી હતી.

તેમણે વધુમાં ઉમેર્યું હતુ, કે આ વિસ્તારના દર્દીઓને ઘર આંગણે જ ઉચ્ચસ્તરીય નિદાન સુવિધાઓ મળી રહે અને અન્યત્ર જવું ન પડે તે આશયથી આ ‘સુપર સ્પેશ્યાલ્ટી ઓ.પી.ડી. સર્વિસિસ’ શરૂ કરવામાં આવી છે. જેમાં સેવા આપનારા ડૉક્ટર્સની શ્રેણીમાં કેન્સર સંબંધિત સમસ્યાઓ માટે ડૉ. ઘનીશ પંજવાની અને ડૉ. મીહિર શાહ, મૂત્રરોગ સંબંધિત સમસ્યા માટે ડૉ. ચિરાગ દલાલ, હૃદયરોગ સંબંધિત સમસ્યા માટે ડૉ. રણજીત કુમાર શુક્લા અને ડૉ. બિક્રમાદિત્ય પાઢી જેવા નિષ્ણાત ડૉક્ટર્સની ટીમ સેવારત છે. આ તમામ ડૉક્ટર્સ વિષય નિષ્ણાત અને અનુભવી છે. ‘સુપર સ્પેશ્યાલ્ટી સર્વિસિસ’ ના માધ્યમથી દર્દીને આર્થિક રીતે પણ મદદરૂપ થવાના આશયથી તપાસ ફી નું ધોરણ ખૂબ ઈકનોમી દરે રાખવામાં આવ્યું છે, જેથી આર્થિક મર્યાદાઓ સચોટ નિદાનમાં બાધારૂપ ન બને.

આજે વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ નિમિત્તે આયોજીત આ નિશુલ્ક નિદાન કેમ્પમાં ઉપસ્થિત તમામ વ્યક્તિઓને કેન્સર રોગ વિશે વિસ્તૃત જાણકારી અને અગમચેતી વિષયક માહિતી આપવા માટે એક વિશેષ પરિસંવાદ પણ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત ડૉક્ટર્સ દ્વારા સ્વાસ્થ્ય ઉપયોગી માહિતી વિશે ચર્ચા કરવામાં આવી હતી.

Next Story