Connect Gujarat
ગુજરાત

વડોદરાનાં પાણીગેટ વિસ્તારમાં તોફાનો થી અજંપાભરી શાંતિ

વડોદરાનાં પાણીગેટ વિસ્તારમાં તોફાનો થી અજંપાભરી શાંતિ
X

વડોદરામાં તાજીયા વિસર્જન દરમિયાન એક સાથે જ પાણીગેટ સહિતના ત્રણ સંવેદનશીલ વિસ્તારોમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. અને પોલીસ અધિકારી પર હુમલો થતાં તેમણે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાઇરિંગ કરતા બે યુવાનોને ઇજા પહોંચી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.જ્યારે પથ્થરમારો, પેટ્રોલ બોંબ ખાનગી ગોળીબાર કરતા ટોળાને વિખેરવા પોલીસે સંખ્યાબંધ ટીયરગેસના સેલ છોડ્યા હતા.

વડોદરાનાં પાણીગેટ વિસ્તારમાંથી બપોર પછી જ તાજીયાના જૂલુસ શરૂ થયા હતા. જોકે રાત્રે 9.30 વગ્યાનાં અરસામાં હરણખાના રોડ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેવી અફવા ફેલાતાં માહોલ તંગ બની ગયુ હતુ.

જોકે પોલીસ તાબડતોબ પહોંચી જતા ભેગા થયેલા ટોળાઓને વિખેર બાલ પ્રયોગ કરવો પડયો હતો.

વડોદરામાં તાજીયા વિસર્જનના જૂલુસ નીકળી રહ્યા હતા તે સમયે જ અફવાઓનો દોર શરૂ થયો હતો.આ સમયે રાત્રીના 10 વાગ્યાના સુમારે પાણીગેટ દરવાજા પાસે સયાજીપાર્કના એક તાજીયા પર કાંકરીચાળો થયો હોવાની ચર્ચાથી એકા એક પરિસ્થિતિ વણસી હતી અને બે કોમના ટોળા આમને સામને આવી જતા ભારે પથ્થરમારો થયો હતો.

પોલીસ અધિકારી પર હુમલો થતા તેમણે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ. દરમિયાનમાં સરસિયા તળાવ પાસે કેટલાક તોફાનીઓએ પેટ્રોલ બોંબ ફેંકતા મોડી રાત્રે પરિસ્થિતિ વધુ વણસી હતી. જેને કાબૂમાં લેવા માટે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. એકાએક ફાટી નીકળેલા કોમી તોફાન ઉપર કાબુ મેળવવા માટે પોલીસે રાતોરાત આરએએફની મદદ લીધી હતી. આરએએફની એક ટૂકડીએ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું અને ત્યાર પછી પાણીગેટ દરવાજા પાસે બંદોબસ્ત ગોઠવ્યો હતો.

હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વડોદરા પાણીગેટ વિસ્તારમાં અજંપાભરી શાંતિનો માહોલ હોવાનું જાણવા મળ્યુ છે.

Next Story