Connect Gujarat
ગુજરાત

વડોદરાના માણેઠા ગામમાં રમજાન માસ નિમિતે નિ:શુલ્ક ફુડ કિટનું વિતરણ કરાયું

વડોદરાના માણેઠા ગામમાં રમજાન માસ નિમિતે નિ:શુલ્ક ફુડ કિટનું  વિતરણ કરાયું
X

વડોદરા ના માણેઠા ગામમાં રમજાન માસ નિમિતે આર્થિક રીતે અશક્ત વર્ગના લોકોને નિઃશુલ્ક ફૂડ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

6a842b78-01b8-4c26-9629-5f918b9e00f8

મુસ્લીમ સમુદાયના પવિત્ર માસ રમઝાનમાં આર્થિક રીતે અશક્ત વર્ગના લોકોને સહાયરૂપે સખીદાતાઓની સહાયની સરવાણી વહી રહી છે.શીકાગો સુન્ની મુસ્લીમ ઓર્ગેનાઇઝેશન એન્ડ મસ્જિદે આયશા શીકાગોના સંયુકત ઉપક્રમે તારીખ 26મી ના રોજ વડોદરા શહેરના માણેઠા ગામની ૫૦ મુસ્લીમ વિધવાઓને ૫૦ ફુડ કિટ નું યુ.કે.થી પધારેલા સખીદાતાઓના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોહદ્દીસે આઝમ મિશન પાલેજ વિભાગ બ્રાંચના અધ્યક્ષ હાજી ફારૂકભાઇ લાંગીયા તેમજ નબીપુર ગામના સામજીક કાર્યકર મકબુલભાઇ પટેલ પણ ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા.

Next Story