Connect Gujarat
ગુજરાત

વડોદરાના  સાવલી ખાતે બે દિવસીય રાઇફલ શુટિંગનો પ્રારંભ 

વડોદરાના  સાવલી ખાતે બે દિવસીય રાઇફલ શુટિંગનો પ્રારંભ 
X

રાયફલ શુટિંગ માટે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતે દેશના વિવિધ રાજ્યોમાં સરકાર તરફથી એકેડમી ચલાવવામાં આવી રહી છે. માત્ર ગુજરાતમાં જ રાઇફલ શુટિંગ માટેની કોઇ એકેડમી નથી. ગુજરાત સરકારે પણ રાઇફલ શુટિંગ માટે એકેડમી શરૂ કરવી જોઇએ. તેમ સાવલી તાલુકાના પરથમપુરા ગામે આજથી બે દિવસ માટે યોજાયેલી વડોદરા ડિસ્ટ્રીક્ટ ટ્રેપ શુટિંગ કોમ્પીટીશનમાં હાજરી આપવા માટે આવેલ ઓલોમ્પીકમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરી ચૂકેલા અને કોમનવેલ્થમાં ભારત તરફથી રાઇફલ શુટિંગમાં ગોલ્ડ મેડલ મેળવનાર માનશેરસિંગે જણાવ્યુ હતુ.

WhatsApp Image 2017-02-11 at 6.29.17 PM

રાઇફલ શુટિંગમાં ગોલ્ડ મેડલ મેળવનાર અને મધ્યપ્રદેશના ભોપાલમાં પોતાની રાઇફલ શુટિંગ એકેડમી ચલાવતા માનશેરસિંગે વધુમાં જણાવ્યુ હતુ કે, અન્ય રમતોની જેમ હવે રાઇફલ શુટિંગ માટે પણ યુવાનો અને યુવતીઓ આગળ આવી રહયા છે. પરંતુ, સરકાર દ્વારા જે રીતે અન્ય રમતોને પ્રોત્સાહન આપે છે. તેવી જ રીતે રાઇફલ શુટિંગ માટે પ્રોત્સાહન આપવુ જોઇએ.

તેમણે જણાવ્યુ હતુ કે, ગામડાઓના યુવાનોમાં અનેક ગણી ટેલેન્ટ છે. માત્ર તેવા ટેલેન્ટેડ યુવાનોને શોધવાની જરૂર છે. મધ્યપ્રદેશ સરકારની મદદથી અમારી એકેડમી દ્વારા ગામડાઓમાં જઇને વિવિધ રમત ક્ષેત્રે કારકીર્દી બનાવવા ઇચ્છતા યુવાનો અને યુવતીઓની શોધખોળ શરૂ કરી છે.

WhatsApp Image 2017-02-11 at 6.29.18 PM

સરકાર દ્વારા ટેલેન્ટેડ યુવાનોને તમામ રીતે મદદરૂપ થાય તો ભારતના યુવાનો પણ અન્ય દેશોના રમતવીરોની હરોળમાં ઉભા રહી શકે તેવા છે. આજના યુવાનોની વિચારસરણીમાં પણ બદલાવ આવ્યો છે. પહેલાં રમતવીરો કહેતા કે, હું રમતમાં ગોલ્ડ મેડલ મેળવીને દેશનું ગૌરવ વધારીશ. હવે યુવાનો કહે છે કે, ઓલિમ્પકી માં ગોલ્ડ મેળવીશ.

WhatsApp Image 2017-02-11 at 6.29.23 PM

ઓલિમ્પિકમાં માત્ર રાઇફલ શુટિંગ અને રેસીંગમાં જ ભારતને ગોલ્ડ મેડલની આશા હોય છે. તેનું કારણ શું ? તેવા એક પ્રશ્નના જવાબમાં ગોલ્ડ મેડાલીસ્ટ માનશેરસિંગે જણાવ્યું કે, ખરીવાત છે. બૈજિંગમાં યોજાયેલી ઓલિમ્પિકમાં એક માત્ર રાઇફલ શુટિંગમાં અભિનવ બિંદ્રા ગોલ્ડ મેડલ મેળવી શક્યો હતો. રાઇફલ શુટિંગ ખર્ચાળ છે. પરંતુ, સરકાર માટે અશક્ય નથી. સરકાર દ્વારા જો રાઇફલ શુટિંગને પણ અન્ય રમતો જેટલું પ્રોત્સાહન આપે તો ભારતના શુટરો પણ ઓલિમ્પિક માં અન્ય દેશોની હરોળમાં ઉભા રહી શકે તેમ છે.

WhatsApp Image 2017-02-11 at 6.29.29 PM

સાવલી તાલુકાના પરથમપુરા ગામ નજીક ફાર્મ હાઉસમાં સાવલી તાલુકા રાઇફલ એસોસિએશન દ્વારા તા.11 અને તા.12 ફેબ્રુઆરી એમ બે દિવસ રાઇફલ શુટિંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજીત રાઇફલ શુટિંગ કોમ્પીટીશનમાં 150 જેટલા શુટરોએ ભાગ લીધો છે. જેમાં 70 માત્ર વડોદરાના છે. છેલ્લા બે વર્ષથી યોજાતી હરીફાઇમાં આ વર્ષે શુટરોની સંખ્યામાં પણ વધારો થયો છે.

Next Story