Connect Gujarat
ગુજરાત

વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના વિદ્યાર્થી હજી પણ લાપતા, કલેક્ટરને રજૂઆત

વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના વિદ્યાર્થી હજી પણ લાપતા, કલેક્ટરને રજૂઆત
X

ગુમ વિદ્યાર્થીનાં વાલીઓ સાથે કોલેજનાં અન્ય વિદ્યાર્થીઓએ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું

વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં MBBSના ફાઇનલ યરમાં ભણતો દેવકિશન આહિર શનિવારે ચિઠ્ઠી લખીને ગુમ થઈ ગયો હતો. જેનો આઝદિન સુધી હજી કોઈ પત્તો લાગ્યો નથી. ત્યારે ગુમ થયેલા દેવકિશન આહિરને શોધી કાઢવા માટે શહેર પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપી છે. આ સાથે અન્ય એજન્સીઓને પણ કામે લગાડી છે. પરંતુ, દેવકિશનનો ગુમ થયાના પાંચ દિવસ પછી પણ પત્તો મળ્યો નથી.

દેવકિશનના પિતા દેવશીભાઇએ પણ પુત્રને આવી જવા માટે ઘણી અપિલ કરી છે. છતાં દેવકિશનને શોધવામાં કોઈ સફળતા સાંપડી નથી. પોલીસ પણ દેવકિશનને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે. આખરે આજે ગોત્રી મેડિકલ કોલેજ, વડોદરા મેડિકલ કોલેજ તેમજ સયાજી હોસ્પિટલના તબીબોએ દેવકિશનને ઝડપથી શોધી લાવવા માટેની માંગ સાથે સયાજી હોસ્પિટલથી આજે બપોરે વિશાળ રેલી યોજી હતી. બેનરો, પોષ્ટરો સાથે નીકળેલી રેલીએ માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું.

સયાજી હોસ્પિટલ ખાતેથી નીકળેલી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ-તબીબોની રેલીમાં દેવકિશનના પિતા દેવશીભાઇ સહિત પરિવારજનો જોડાયા હતા. આ રેલી કોઠી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. અને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં દેવકિશન આહિરને વહેલી તકે શોધી લાવવા માટે વધુ પોલીસ એજન્સીઓ કામે લગાવવા માટે માંગણી કરવામાં આવી છે.

Next Story