Connect Gujarat
ગુજરાત

વડોદરાની નવી કોર્ટમાં પ્રથમ દિવસે જ ભારે હોબાળો, વકીલો હડતાળ ઉપર

વડોદરાની નવી કોર્ટમાં પ્રથમ દિવસે જ ભારે હોબાળો, વકીલો હડતાળ ઉપર
X

-- ડિસ્ટ્રીક્ટ જજની ઓફિસમાં તોડફોડ થતાં પોલીસે વકીલો ઉપર લાઠી ચાર્જ કર્યો હતો

વડોદરાના દિવળીપુરા વિસ્તારમાં આવેલી નવનિર્મિત કોર્ટ સંકુલમાં આજે સોમવારે પ્રથમ દિવસ હતો. કોર્ટ સંકુલમાં વકીલોનાં ડેબલ મુકવા બાબતે રકઝક થઈ હતી. બાદમાં વકીલોએ ડિસ્ટ્રીક્ટ જજની ઓફિસમાં જઈને તોડફોડ કરી હતી. જેના પગલે પોલીસે વકીલો ઉરપ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

[gallery td_select_gallery_slide="slide" ids="44111,44112,44113,44114,44115,44116,44117,44118,44119"]

પ્રથમ દિવસે જ કોર્ટ સંકુલમાં વકીલો અને પોલીસ વચ્ચે ધમાસાણ મચી જતાં આખરે વકીલો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. વકીલોનો આક્ષેપ હતો કે નવી કોર્ટ સંકુલમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવી સરકાર દ્વારા પ્રોમીશ કરવામાં આવી હતી. પરંતુ અહીં તો પ્રાથમિક સુવિધાના નામે પણ કંઈ જ મળવા પાત્ર નથી. વકીલોને બેસવા માટે શુધ્ધાં જગ્યાના ફાંફાં પડ્યા છે. જેથી સત્વરે વકીલોને બેસવા તેમજ ટેબલ મુકવા માટેની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે.

વકીલો ઉપર લાઠીચાર્જ કરનાર પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે વકીલો કોર્ટ સામેના મુખ્ય રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. વકીલોએ ચક્કાજામ કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. અને લાઠીચાર્જ કરનાર પોલીસ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ ઉપર જવાની પણ જાહેરાત કરી દીધી હતી.

Next Story