Connect Gujarat
ગુજરાત

વડોદરાની MSUમાં અભ્યાસ કરતા નોર્થ ઈસ્ટના વિદ્યાર્થી સંગઠને યોજી રેલી

વડોદરાની MSUમાં અભ્યાસ કરતા નોર્થ ઈસ્ટના વિદ્યાર્થી સંગઠને યોજી રેલી
X

MSUમાં નોર્થ ઈસ્ટના વિદ્યાર્થીઓ સાથે અન્ય વિદ્યાર્થીઓ ભેદભાવ રાખતા હોવાનો આક્ષેપ

વડોદરામાં આવેલી નામાંકિત મહારાજા સયાજી રાવ યુનિવર્સિટીમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. ત્યારે થોડા દિવસ પહેલાં નોર્થ ઈસ્ટનાં વિદ્યાર્થીઓ સાથે રાજસ્થાનના વિદ્યાર્થીઓએ મારામારી કરી હતી. જેથી પોતાની સાથે ભેદભાવ થતો હેવાના આક્ષેપ સાથે આજે નોર્થ ઈસ્ટ વિદ્યાર્થી સંગઠને રોલી યોજીને યુનિવર્સિટીના વીસીને રજૂઆત કરી હતી.

[gallery td_select_gallery_slide="slide" ids="43867,43862,43864,43857,43858,43860"]

નોર્થ ઈસ્ટના વિદ્યાર્થીઓનો એવો પણ આક્ષેપ હતો કે, કોલેજમાં અમોને અન્ય વિદ્યાર્થીઓ ચિંકી, ખાનાશાહબ, એલીયન જેવા શબ્દો બોલીને અમારી સાથે ભેવભાદ રાખે છે. અમારું જાતીય શોષણ કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા નોર્થ ઇસ્ટના વિદ્યાર્થીઓ સંગઠન આજે વાઈસ ચાન્સેલર પરિમલ વ્યાસને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

વિદ્યાર્થી સંગઠનના અગ્રણી પ્રિયાનંદ શર્માએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા નોર્થ ઇસ્ટના વિદ્યાર્થીઓને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અમારી સાથે ભેદભાવભર્યું વર્તન રાખે છે. અમે પણ ભારત દેશના જ એક રાજ્યના છે. આજે અમો ભારતના રાષ્ટ્રીય ધ્વજ સાથે જ ન્યાય મેળવવા રેલી કાઢી છે. કોલેજમાં અમારુ માન સન્માન જળવાઇ રહે. તેવી માંગણી આવેદન પત્ર દ્વારા કરવામાં આવી છે.

વી.સી. પરિમલ વ્યાસે જણાવ્યું કે, હોસ્ટેલમાં ઝઘડો થયો હતો. અને તેની તપાસ માટે કમિટી બનાવવામાં આવી છે. યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને રક્ષણ આપવાની અમારી ફરજ છે. ચિફ વોર્ડનને પણ અમોએ જરૂરી સુચના આપી દીધી છે.

Next Story