Connect Gujarat
ગુજરાત

વડોદરામાં છૂટક દૂધનાં વિતરકો ઉપર આરોગ્ય વિભાગનાં દરોડા, લીધા નમૂના

વડોદરામાં છૂટક દૂધનાં વિતરકો ઉપર આરોગ્ય વિભાગનાં દરોડા, લીધા નમૂના
X

રાજ્યભરમાં દૂધમાં થતી ભેળસેળની ફરિયાદોને પગલે વિવિધ શહેરોમાંથી દૂધનાં નમૂના લેવાયા

રાજ્યમાં છૂટક દૂધનાં વેપારીઓ દ્વારા ભેળસેળ કરી લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોવાની મળેલી ફરિયાદોને પગલે આજે ફૂડ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યનાં વિવિધ શહેરોમાંથી સેમ્પલ લેવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેના પગેલ આજે વહેલી સવારથી જ વડોદરા મહનગર સેવાસદનનાં આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. તેવામાં વિવિધ પ્રસંગોને લઈ દૂધની માંગમાં વધારો જોવા મળે છે. જેની સામે એટલા પ્રમાણમાં દૂધનું ઉત્પાદન થતું નથી. ત્યારે તકનો લાભ લઈને છૂટક દૂધનો વેપાર કરતા દૂધ વિતરકો અને ખાનગી ડેરી સંચાલકો દ્વારા મોટા પ્રમાણમાં દૂધમાં ભેળસેળ કરવામાં આવી રહી હોવાની ફિયાદો સામે આવી હતી. તેથી રાજ્ય સરકારનાં હેલ્થ અને ફૂડ વિભાગની સૂચનાને પગલે આજે વેહી સવારથી જ વિવિધ શહેરોમાંથી આરોગ્ય વિભાગ દ્વારા દૂધનાં નમૂના લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગર સેવાસદનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વહેલી સવારથી જ વિવિધ વિસ્તારોમાં છૂટક દૂધનો વેપાર કરતાં ખાનગી દૂધ ડેરીનાં સંચાલકો અને વિતરકો પાસેથી દૂધનાં સેમ્પલ લઈને પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા.

વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર ગોહિલે જણાવ્યું હતું કે, ગાંધીનગર ફૂડ સેફ્ટી કમિશનરની સુચના અને વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય અમલદાર ડો. મુકેશ વૈદ્યના માર્ગ દર્શન હેઠળ શહેરના માંજલપુર, ખંડેરાવ માર્કેટ, વાઘોડિયા રોડ, દાંડિયા બજાર, અકોટા, અકોટા ગાર્ડન અને જુના પાદરા રોડ ઉપર ખાનગી ડેરીઓના દૂધનું વેચાણ કરતા 12 કેન્દ્રો ઉપર ચેકીંગ કરવામાં આવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચેકીંગ દરમિયાન દૂધના નમુના લેવામાં આવ્યા છે. અને આ દૂધના નમુનાને પૃથકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. દૂધના વેચાણ કેન્દ્રો ઉપર ચેકીંગ દરમિયાન કોઇ વાંધાજનક મળી આવ્યું નથી.

વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ દ્વારા આજે સવારે દૂધના કેન્દ્રો ઉપર ત્રાટકતા દૂધનું વેચાણ કરતા કેન્દ્ર સંચાલકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આ સાથે સવારે દૂધ લેવા માટે આવેલા ગ્રાહકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

નોંધનીય બાબત એ છે કે, હવે દૂધ પીવું પણ જોખમ કારક છે. કારણ કે, દૂધમાં પણ ભેળસેળ થઇ રહી છે. પરિણામે આરોગ્ય વિભાગને અવાર-નવાર દૂધના વેચાણ કેન્દ્રો અને દૂધ ડેરીઓ ઉપર ચેકીંગ કરવાની ફરજ પડી રહી છે.

Next Story