Connect Gujarat
ગુજરાત

વડોદરામાં સયાજી નગરગૃહમાં રાહુલ ગાંધીએ નાગરિકો સાથે કર્યો સંવાદ

વડોદરામાં સયાજી નગરગૃહમાં રાહુલ ગાંધીએ નાગરિકો સાથે કર્યો સંવાદ
X

કોંગ્રેસ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની નિષ્ફળતાને લોકો સુધી પહોંચાડીને લોકોની મુશ્કેલીઓને જાણવાનો પ્રયાસ કરી રહી છે. અને કોંગ્રેસનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં નવસર્જન યાત્રા વડોદરામાં પહોંચી હતી.

રાહુલ ગાંધીએ નવસર્જન ગુજરાત યાત્રાની મધ્ય ગુજરાત માંથી શરૂઆત કરી હતી. ખેડા, નડિયાદ, આણંદ, થઈને નવ સર્જન યાત્રાની બસ વડોદરા આવી પહોંચી હતી. ગોત્રી થી અકોટા સુધી રોડ શો કર્યા બાદ વડોદરાનાં સર સયાજી નગરગૃહ ખાતે વડોદરામાં પ્રબુદ્ધ બુધ્ધીજીવી વર્ગ સાથે સંવાદ કાર્યો હતો.

ડોક્ટરો, વકીલો, સીએ, ટેક્સ કન્સલ્ટન્ટ, ઉદ્યોગપતિઓ સાથે રાહુલ ગાંધીએ સંવાદ સાધીને દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે તેમના મંતવ્યો જાણ્યા હતા. અને તેમને વર્તમાન સરકારે લીધેલા મહત્વના નિર્ણયોને કારણે પડતી મુશ્કેલીઓ વિશે જાણકારી મેળવી હતી. ઉપસ્થિત પ્રબુદ્ધ તેમજ વરિષ્ઠ નાગરીકોએ મુખ્યત્વે જીએસટી, નોટબંધી, રોજગારી, સ્વાસ્થ્ય અને શિક્ષણ સંબંધિત વર્તમાન સરકારએ લીધેલા નિર્ણયો વિશે પ્રશ્નોત્તરી કરી હતી. અને તેમના વિચારો જણાવ્યા હતા.

રાહુલ ગાંધીએ નાગરિકો સાથેનાં સંવાદમાં જણાવ્યુ હતુ કે વર્તમાન બીજેપીની સરકારે મોટા ભાગનાં નિર્ણયો ઉતાવળ કરીને જલ્દ બાજીમાં લીધેલા છે. સરકારે તેને લાગુ કર્યા પહેલા લોકો નો અભિપ્રાય લેવો જરુરી હતો. ભારત થોડા વર્ષો બાદ વિશ્વ ની મહાસત્તા બનશે તેમાં કોઈ બે મત નથી. યુપીએ સરકાર ની મનરેગા યોજનાને કારણે ગ્રામીણ વિસ્તારનો વિકાસ થયો હતો. ગુજરાત સરકારની પ્રાથમિકતા લોકોને મકાન, શિક્ષણ, યુવાનોને રોજગાર,નાગરીકોને સ્વાસ્થ્ય પુરુ પાડવાની છે. કોંગ્રેસની સરકાર આવશે ત્યારે આ બધાને પ્રાથમિકતા આપીને પ્રજાની સુખાકારી માટે કામ કરશે.

Next Story