Connect Gujarat
Featured

વડોદરા : એલેમ્બિક જૂથે કોરોના વાયરસ સામેની લડાઈ માટે 10 કરોડના અનુદાનની કરી જાહેરાત

વડોદરા : એલેમ્બિક જૂથે કોરોના વાયરસ સામેની લડાઈ માટે 10 કરોડના અનુદાનની કરી જાહેરાત
X

વડોદરાની ૧૧૨ વર્ષો જૂના એવા એલેમ્બિક ગ્રુપ દ્વારા કોરોના સામેની લડતમાં ૧૦ કરોડ રૂપિયાના અનુદાનની જાહેરાત કરવામાં આવી છે. આ અનુદાનનો લાભ વડોદરાથી માંડીને ભારતના નાગરીકો સુધી પહોચે તેવી ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કંપની દ્વારા રોકડ અનુદાન, એલેમ્બિક ગ્રુપની શાળાઓની ફી માફી, સિક્કિમ રાજ્યને રોકડ અનુદાન , વીએમસીને રોકડ અનુદાન તથા કોરોનાના ૧૦૦૦૦ નિશુલ્ક ટેસ્ટ સહીતના લાભ આવરી લેવામાં આવ્યા છે.

એલેમ્બિક જૂથ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં આજરોજ રૂપિયા ૧ કરોડનું અનુદાન

આપવામાં આવ્યું છે. આ અનુદાન એલેમ્બિક ફાર્માસ્યુટિકલના બે એમ.ડી પ્રણવ અમીન અને

શૌનક અમીન દ્વારા મંગળવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સુપ્રત કરવામાં આવ્યું

હતું. જયારે બીજી તરફ સિક્કિમ સરકારના રીલીફ ફંડમાં એલેમ્બિક જૂથ દ્વારા રૂપિયા ૧૫

લાખની રકમ અનુદાન તરીકે આપવામાં આવી છે.

વડોદરામાં છેલ્લા ૧૧૨ વર્ષોથી કાર્યરત એવા એલેમ્બિક જૂથ દ્વારા વડોદરા

મહાનગરપાલિકાના મેયર ફંડમાં રૂપિયા ૧૦ લાખ આપવામાં આવ્યા છે. જે નિરાધાર લોકોને

ભોજન સામગ્રી માટે વાપરવામાં આવશે. આ ઉપરાંત હાલ એલેમ્બિક ફાઉન્ડેશન દ્વારા ૧૦૦ થી

વધુ પરિવારો માટે સવાર સાંજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અંગે એલેમ્બિક જૂથના ચેરમેન ચિરાયુ અમીને જણાવ્યું હતું કે, સામાજિક ક્ષેત્રે

સેવા એલેમ્બિક જૂથની ગળથુથીમાં છે. જયારે સીએસઆર શબ્દ માત્ર નહોતો, તે સમયથી એલેમ્બિક

સામાજિક ક્ષેત્રે સેવાકાર્યોમાં અવ્વલ રહ્યું છે. જયારે કોરોના મહામારી સામેંની જંગમાં

પણ એલેમ્બિક જૂથ અગ્રેસર રહેશે.

આ બાબતે એલેમ્બિક ફાર્માસ્યુટિકલના એમ.ડી પ્રણવ અમીને જણાવ્યું હતું કે, “ આ પ્રકારની મહામારી

સામે લડત આપવા સમાજના દરેક સ્તરે અગ્રીમ ભાગ ભજવવો પડશે. એક જવાબદાર કંપની તરીકે

અમે આ લડતમાં અમારાથી બનતો સહયોગ આપવા માટે કટિબદ્ધ છીએ.”

એલેમ્બિક જૂથ દ્વારા વડોદરામાં કુલ ચાર શાળાઓનું ટ્રસ્ટ હેઠળ સંચાલન કરવામાં

આવે છે જે પૈકી એલેમ્બિક વિદ્યાલય અને ઉત્કર્ષ વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીઓના

વાલીને લોકડાઉનને કારણે ઉભી થયેલી આર્થિક સંકડામણમાં સહયોગ આપવા ટ્રસ્ટ દ્વારા

હાલના શૈક્ષણિક સત્રની ૧૦૦% ફી માફીની જાહેરાત કરવામાં આવી છે. આ ફી માફી માટે

વાલીઓએ શાળા સંચાલકોને અરજી આપવાની રહેશે, જેને આધારે ફી માફીની

કાર્યવાહી કરવામાં આવશે. જયારે તેજસ વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે હાલના શૈક્ષણિક

સત્રની ૫૦% સુધીની ફી માફીની જાહેરાત કરવામાં આવી છે, આ માટે પણ શાળા

સંચાલકોને માત્ર એક અરજી કરવાની રહેશે. આના થકી ૬૦૦૦ જેટલા પરિવારોને લાભ થશે.

આ અંગે ટ્રસ્ટી શ્રીમતી બરખા અમીને જણાવ્યું હતું કે, કોરોનાને કારણે થયેલા

લોકડાઉન અને તેને કારણે ઉભી થયેલી આર્થિક સંકડામણમાં કોઈ બાળકના અભ્યાસની ચિંતા

તેના માતા-પિતાને નાં સતાવે તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. આર્થિક

સંકડામણને કારણે બાળકના અભ્યાસને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નાં થાય તે જોવું અમારી

નૈતિક ફરજ છે.

આ ઉપરાંત ભારતભરના ચુનંદા તબીબો ને એલેમ્બિક જૂથ દ્વારા નિશુલ્ક કોરોના

ટેસ્ટ માટે ની ખાસ કુપનો આપશે. અને તેના દ્વારા જરૂરીયાતમંદ લોકોને મફતમાં કોરોના

ટેસ્ટ થઇ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એલેમ્બિક જૂથ દ્વારા આવા ૧૦૦૦૦

મફત ટેસ્ટ કરવાની જાહેરાત કરી છે.

છેલ્લા ૧૧૨ વર્ષોથી ફાર્મા ક્ષેત્રે અગ્રણી એવા એલેમ્બિક જૂથ દ્વારા અનેક

જરૂરી દવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આ દવાઓની રાજ્ય સરકાર દ્વારા માંગણી

કરવામાં આવશે તો તે નિશુલ્ક આપવામાં આવશે જયારે અમુક દવાઓ ડિસ્કાઉન્ટમાં આપવામાં

આવશે.

કોરોના સામેની લડતમાં માત્ર એલેમ્બિક કંપની નહી પરંતુ કંપનીના કર્મચાર્રીઓ

પણ સ્વેચ્છાએ જોડાયા છે. કંપનીના કર્મચારીઓ પોતાના એક દિવસ થી માંડી ને ૦૫ દિવસનો

પગાર રાહત કોશમાં જમા કરાવવાનો નિર્ધાર

કરી ચુક્યા છે

આ ઉપરાંત કંપની દ્વારા રાજ્ય બહારથી કામ કરવા આવેલા રોજીંદા કામદારો માટે

પાનેલાવ ખાતે રહેવા માટે હોસ્ટેલ ખોલવામાં આવી છે અને તેમના માટે ભોજનની વ્યવસ્થા

પણ કરવામાં આવી છે..

Next Story