Connect Gujarat
ગુજરાત

વડોદરા ગોલ્ડન ચોકડી પાસેથી સ્ટેટ વિજિલન્સ ટીમે વિદેશી શરાબ ભરેલ કન્ટેનર સાથે બે ઈસમોની કરી ધરપકડ

વડોદરા ગોલ્ડન ચોકડી પાસેથી સ્ટેટ વિજિલન્સ ટીમે વિદેશી શરાબ ભરેલ કન્ટેનર સાથે બે ઈસમોની કરી ધરપકડ
X

વડોદરા ગોલ્ડન ચોકડી પાસે થી સ્ટેટ વિજિલન્સની ટીમે વદેશી શરાબ ભરેલુ કન્ટેનર ઝડપી પાડયુ હતુ,અને ટ્રક ચાલક સહિત બે ઈસમોની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય એક ફરાર હોવાનું જાણવા મળ્યુ છે.ગોલ્ડનસ્ટેટ વિજિલન્સ ની ટીમ વડોદરા ગોલ્ડન ચોકડી પાસે વોચમાં હતી, તે દરિયાન એક કન્ટેનર ટ્રક ત્યાં થી શંકાસ્પદ રીતે પસાર થતા વિજિલન્સે ટ્રકને અટકાવી હતી, અને તેમાં તલાસી લેતા મોટી માત્રામાં કન્ટેનર માં વિદેશી દારૂ ભરેલો મળી આવ્યો હતો, જેમાં 98,532 નંગ દારૂની બોટલો કિંમત રૂપિયા 59.54 લાખ સાથે મનુ ઈરવા તેમજ રાહુલ પિલ્લાઈ બંને રહે કેરાલાના ઓ ની સ્ટેટ વિજિલન્સની ટીમે ધરપકડ કરી હતી, જ્યારે તેઓનો એક સાથી સેવલમ ફરાર થઇ ગયો હતો.ગોલ્ડનસ્ટેટ વિજિલન્સે વિદેશી દારૂ ઉપરાંત કન્ટેનર ટ્રક, મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 79,69,700 નો મુદ્દામાલ જપ્ત કરીને આ અંગે હરની પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી વધુ તપાસ હાથધરી હતી.

Next Story