Connect Gujarat
ગુજરાત

વડોદરા: જિલ્લા પંચાયત વડોદરા દ્વારા વિના મૂલ્યે અમૃતપેય આર્યુંવેર્દિક ઉકાળા વિતરણ કેમ્પનું કરાયું આયોજન

વડોદરા: જિલ્લા પંચાયત વડોદરા દ્વારા વિના મૂલ્યે અમૃતપેય આર્યુંવેર્દિક ઉકાળા વિતરણ કેમ્પનું કરાયું આયોજન
X

આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ગુજરાત સરકાર દ્વારા નિયામક આયુષ કચેરી ,ગાંધીનગર પ્રેરિત આર્યુવેદ શાખા, જિલ્લા પંચાયત વડોદરા દ્વારા વિના મૂલ્યે અમૃતપેય આર્યુંવેર્દિક ઉકાળા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વાઇન ફલૂના રોગે માજા મૂકી હોય તેમ સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા સ્વાઇન ફલૂના રોગને નિયંત્રણ કરવાના ભાગરૂપે તમામ દવાખાનાઓમાં સ્વાઇન ફલૂના રોગને નેસ્તાનાબુદ કરવા માટે સરકારી દવાખાનાઓમાં ઉમદા સવલતો ઉપલબ્ધ કરાવી છે. જેથી કોઈ પણ વ્યક્તિ પોતાની સારવાર કરાવી શકે અને સ્વાઇન ફલૂના રોગને જડમૂળથી નેસ્તાનાબુદ કરવાના ભાગરૂપે આજરોજ વડોદરા જિલ્લાના શિનોર તાલુકા સાધલી ગામ ખાતે આવેલ પી.એચ.સી કેન્દ્ર , સાધલી પ્રાથમિક શાળા અને જાહેર જગ્યા પર આર્યવેદ શાખા , જિલ્લા પંચાયત ,વડોદરા દ્વારા વિના મૂલ્યે અમૃતપેય આર્યુવેર્દિક ઉકાળા વિતરણ કેમ્પોનું આયોજન મેડિકલ ઓફિસર - ૨ દેવાંગી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

જેમાં સાધલી પંથક, શાળામાં અભ્યાસ કરતા છાત્રો, શાળાના શિક્ષકો સહિત ગ્રામ્ય વિસ્તારના લોકોએ સ્વાઇન ફલૂને જડમૂળથી નેસ્તાનાબુદ કરવાના ધૈર્યથી અમૃતપેય આર્યુવેર્દિક ઉકાળો પીવા માટે મોટી સંખ્યામાં લોકો સાધલી પી.એચ.સી ખાતે ઉમટી પડ્યા હતા અને આર્યુવેદ શાખા જિલ્લા પંચાયત, વડોદરા દ્વારા કરાતાં વિના મૂલ્યે આર્યુવેર્દિક ઉકાળો પીધો હતો અને ઘણા લોકો આર્યુવેર્દિક ઉકાળાને ઘરે પણ લઈ ગયા હતા અને ઉપસ્થિત મેડિકલ ઓફિસર આર્યુવેર્દિક દેવાંગી પટેલ દ્વારા આર્યુવેર્દિક ઉકાળા અને સ્વાઇન ફલૂ રોગ વિશે ટૂંકી માહિતી આપી હતી.

Next Story