Connect Gujarat
ગુજરાત

વડોદરા: નકલી દારૂ બનાવવાની મીની ફેકટરી ઝડપાઇ

વડોદરા: નકલી દારૂ બનાવવાની મીની ફેકટરી ઝડપાઇ
X

ગુજરાતનો પ્રથમ કિસ્સો : ખાસ પ્રકારના લવીંગથી બનાવાતો હતો દારૂ

વડોદરાના કપુરાઈ ખાતે એક ઘરમાં પાણીગેટ પોલીસે અચાનક છાપો મારતા પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઈ હતી.

પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા પાણીગેટ પોલીસને મળેલ બાતમીના આધારે કપુરાઈ સ્થિત એક ઘરમાં છાપો મારતા ઘરમાં થઈ નકલી દારૂ બનાવવાની મીની ફેકટરી ઝડપાઇ જવા પામી છે.આ અંગે પોલીસે ઝાડપાયેલ બે ઇસમોની પૂછતાછ કરતા તેમણે આ દારૂ પ્લાસ્ટિકની બોટલમાં વેચાતા હલકી કક્ષાના દારૂમાં ખાસ પ્રકારના લાવીગનો ઉપયોગ કરી મોંઘી બનાવટના દારૂ માં ફરવી વેચતા હોવાની વાત કહી હતી.બનાવટી દારૂ બનાવવાના આ નવા કિમીયાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ગુજરાતનો આ પદ્ધતિથી નકલી દારૂ બનાવવાનો આ પ્રથમ બનાવ હોઈ પોલીસે મુદ્દા માલ સાથે બન્નેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story