Connect Gujarat
ગુજરાત

વડોદરા ના ઓલ રાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડયાની ભારતની ટેસ્ટ મેચ ટીમમાં પસંદગી

વડોદરા ના ઓલ રાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડયાની ભારતની  ટેસ્ટ મેચ ટીમમાં પસંદગી
X

ભારત અને ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે રમાનાર પાંચ ટેસ્ટ મેચ ની ભારતીય ટીમ માં વડોદરાના યુવા ઓલ રાઉન્ડર ખેલાડી હાર્દિક પંડયાની પસંદગી થતા પરિવારજનો સહિત ક્રિકેટ રસિકો માં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

ટી-20 સહિત ની ક્રિકેટ મેચો માં ઓલ રાઉન્ડર દેખાવ કરીને ભારતીય ક્રિકેટ ટીમ માટે મહત્વનું યોગદાન આપનાર વડોદરા ના હાર્દિક પંડયા માટે નવું વર્ષ સ્વપ્ન સમાન ભેટ લઈને આવ્યુ છે.તારીખ 9મી નવેમ્બર થી ભારત ના ઘર આંગણે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ ની ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમાશે.જે ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ માં હાર્દિકની પસંદગી કરવામાં આવી છે.

20160205_154839

હાર્દિક પંડયાને પ્રથમ વખત ટેસ્ટ મેચ માં રમવાનો અવસર મળ્યો છે.અને હાર્દિકે નવા વર્ષની સરપ્રાઈઝ ગિફ્ટ મળી હોવાની ખુશી વ્યક્ત કરવાની સાથે ઓલ રાઉન્ડ પર્ફોમન્સ થકી ટીમ ઇન્ડિયા માટે મહત્વનું યોગદાન આપવાની કટ્ટીબધ્ધતા દર્શાવી છે.

હાર્દિક ના માતા નલિનીબેન પંડયા અને પિતા હિમાંશુ પંડયા એ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરવાની સાથે હાર્દિક ખુબ સારુ પર્ફોમન્સ કરે તેવી પ્રાર્થના કરી હતી.જયારે હાર્દિકના ચાહકો માં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.

Next Story