Connect Gujarat
ગુજરાત

વડોદરા માં ચિત્રો માં નિયોન રંગ થી વાસ્તવિકતાનું સ્વરૂપ આપતા  માતાપુત્રી 

વડોદરા માં ચિત્રો માં નિયોન રંગ થી વાસ્તવિકતાનું સ્વરૂપ આપતા  માતાપુત્રી 
X

ચિત્ર જે કોઈ પણ સ્વરૂપ માં હોય તેને જોજોનારનાર વ્યક્તિ ની આંખો,મન અને હૃદય એકજ સમયે સ્થિર થઇ ને કહી દે કે વાહ શું કલા છે,કાગળ,કેનવાસ કે ફ્લોરિંગ,ભીંત સહિત જે જગ્યાઓ પર દોરાતા ચિત્રોમાં હવે ખુબ જ આધુનિકતા જોવા મળી રહી છે.જેમ કે થ્રિડી પેઇન્ટિંગે પણ કલારસિકો માં ઘેલુ લગાડયુ છે તો વડોદરામાં નિયોન કલર ચિત્રો થકી વાસ્તવિકતાનું સ્વરૂપ આભાસ સર્જવામાં આવ્યો છે.

img-20161212-wa0031

નિયોન શબ્દ જે અંધારા માં ચમકતા તેજસ્વી રંગોની યાદ અપાવે છે તેમજ વાતાવરણ પરની તેની મોહક અસર પણ ધરાવે છે હવે તેનો ઉપયોગ કલા ક્ષેત્રે પણ વ્યાપક રીતે વધી રહ્યો છે.

વડોદરા સ્થિત માતાપુત્રી ની એક જોડીએ આ સાંસ્કૃતિક શહેરને પોતાની કલા દ્વારા નિયોન કલરથી સજાવાનો પ્રયાસ કરી રહી છે. આ બંને હવે શહેરના કાફે અને મોલ વગેરે જેવા સ્થળો પર પોતાની આ કલા દ્વારા નિયોન કલરનો ઉપયોગ કરીને તેને એક ખાસ દેખાવ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

img-20161212-wa0045

કુમકુમ પંડયા જેમણે બરોડાની MSU માંથી ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સની અનુસ્નાતક પદવી મેળવી છે તેમજ ચારૂસેટમાં આર્ટ્સ વિષયના વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ફરજ બજાવે છે તે હવે પોતાની કલા દ્વારા આ શહેરને નિયોન કલરથી સજાવવામાં લાગેલા છે. ઘણા બધાની જેમ તેઓ પણ નિયોન કલા પર કામ કરે છે પરંતુ તેના મતે આ ચિત્રોને જોતા તમને તેના વાસ્તવિક સ્વરૂપનો અનુભવ થાય એ જ કલા છે.

img-20161212-wa0026

આ કલા ધીમે ધીમે વડોદરામાં યુવાનોમાં લોકપ્રિય બની રહી છે અને કુમકુમ પણ શહેરના લોકપ્રિય સિનેમા , મોલ તેમજ કાફેમાં પોતાની આ કલા દ્વારા તેને એક નવું રૂપ આપવાનું શરૂ કર્યું છે તથા લોકોની માંગણી પર તેને 4 નિયોન કલાયુક્ત ચિત્રો પણ આપ્યા હતા.

img-20161212-wa0025

કુમકુમે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીત માં જણાવ્યુ હતુ કે ધીરે ધીરે શહેરના યુવાનોમાં આ કલા વધુ પ્રિય બની રહી છે તેમજ તે લોકોના મિજાજ મુજબ ચિત્ર બનાવવાનો પ્રયાસ કરે છે. તે ચહેરાઓ , સંગીત , લોકો , મિજાજ , વગેરે થીમો પર આ કામ કરે છે. અંધારામાં આ ચિત્રો વધુ ગ્લો સાથે હુંફાળુ વાતાવરણ સર્જે છે તથા અલગ અલગ કલરોના સંયોજનો દ્વારા બનાવેલા ચિત્રો જોનારાઓને આહલાદક આનંદનો અનુભવ કરાવે છે.

img-20161212-wa0036

વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે આ કામ કરવાની પ્રેરણા તેમને ફેસબુક પરની અપડેટ પરથી કે આંતરરાષ્ટ્રીય કાફેમાં લાગેલા આવા ચિત્રો પરથી મળી અને ત્યારબાદ તેને પ્રયોગ અહીં કરવાનું વિચાર્યું અને હવે તે વડોદરાના લોકપ્રિય સ્થળોએ દીવાલો પર સરકારી અધિકારીઓની મંજૂરી મેળવીને ચિત્રો બનાવશે તેમજ થોડા સમયમાં તે સાડીની ડિઝાઇન પર પણ પોતાની આ કલાને અજમાવશે.આ સાથે તેની માતા પણ તેની પ્રેરણા સ્ત્રોત અને રોલ મોડલ છે તેવુ ઉમેર્યું હતુ.

Next Story