Connect Gujarat
ગુજરાત

વડોદરા રેલવે સ્ટેશન પર રાજધાની એક્સપ્રેસ માંથી ચંપલમાં ડ્રગ્સ છુપાવીને લઈ જતો નાઈઝીરીયન ઝડપાયો

વડોદરા રેલવે સ્ટેશન પર રાજધાની એક્સપ્રેસ માંથી ચંપલમાં ડ્રગ્સ છુપાવીને લઈ જતો નાઈઝીરીયન ઝડપાયો
X

વડોદરા રેલવે સ્ટેશન પર દિલ્હીથી આવેલી રાજધાની એક્સપ્રેસ માંથી નાર્કોટિક્સ તેમજ રેલવે પોલીસે સંયુક્ત ઓપરેશન હાથધરીને એક નાઇઝીરીયનની રૂપિયા 5 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી.વડોદરાજાણવા મળતી વિગતો અનુસાર નાર્કોટિક્સ વિભાગને રાજધાની ટ્રેનમાં એક નાઇઝીરીયન શખ્સ ચંપલમાં ડ્રગ્સ છુપાવીને લઇ જતો હોવાની બાતમી મળી હતી, તેથી નાર્કોટિક્સ વિભાગની ટીમે રેલવે પોલીસને સાથે રાખીને સંયુક્ત ઓપરેશન હાથધર્યું હતુ, અને દિલ્હી થી વડોદરા રેલવે સ્ટેશન પર આવેલી રાજધાની એક્સપ્રેસના કોચ નંબર G 1માં નાઇઝીરીયનની સઘન તલાશી લેવામાં આવતા તેના ચંપલમાં છુપાવેલું ડ્રગ્સ પોલીસને મળી આવ્યુ હતુ.વડોદરાપોલીસ પુછપરછમાં નાઇઝીરીયન પીટર ચીનેડુ ઓકફોરે તે આ ડ્રગ્સ દિલ્હી થી લઈને ગોવા પહોંચાડી રહ્યો હોવાની કબૂલાત કરી હતી. નાર્કોટિક્સ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર 300 ગ્રામ કોકેઈન અને 900 ગ્રામ એન્ઝેટામાઇન ડ્રગ્સ મળી આવ્યું છે,જેની કિંમત રૂપિયા 5 કરોડ હોવાનું અધિકરીઓ જણાવી રહ્યા છે.વડોદરાનાઇઝીરીયન પોતાના ચંપલમાં ડ્રગ્સને છુપાવીને સિફત પૂર્વક હેરાફેરી કરી રહ્યો હતો, જે નાર્કોટિક્સ અને વડોદરા રેલવે પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાય ગયો હતો, પોલીસ દ્વારા આરોપી ડ્રગ્સ દિલ્હીમાં ક્યાંથી લાવીને ગોવામાં કોણે પહોંચાડવાનો હતો તે અંગેની તપાસ હાથધરવામાં આવી છે.

Next Story