Connect Gujarat
ગુજરાત

વડોદરા શહેર અને જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વાલીઓ ટેન્શનમાં

વડોદરા શહેર અને જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વાલીઓ ટેન્શનમાં
X

વડોદરા શહેર અને જિલ્લામાં આજથી ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી પરીક્ષાના પ્રથમ દિવસથી જ વાલીઓએ પરીક્ષાકેન્દ્રની બહાર ભર તડકામાં ભારે તપસ્યા કરી હતી. વડોદરા શહેર અને જિલ્લામાં ધોરણ 10 અને 12નાં કુલ 78,916 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. પરીક્ષા સંપન્ન થાય ત્યાં સુધી કંટ્રોલ રૂમ ચાલુ રહેશે. વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમને મુંઝવતા કોઈપણ પ્રશ્નો આ કંન્ટ્રોલ રૂમનો સંપર્ક કરીને સમસ્યાનું સમાધાન મેળવી શકે છે. વડોદરાઃ (0265) 2461703, મનો વૈજ્ઞાનિક સલાહ માટે એસ.એન.પરમાર - 7016007761

GSEB Helpline Number : 1800 233 5500, સ્ટેટ કંન્ટોલ રૂમઃ 7574827403,

E-mail : administrator@gseb.org

CBSE Toll Free Helpline Number – 1800-11-8002

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થતાં પ્રથમ દિવસે જ શહરેમાં આવેલાં પરીક્ષા કેન્દ્રોની બહાર વાલીઓની ભીડ જામેલી જોવા મળી હતી. ધોરણ 10ની પરીક્ષામાં સમગ્ર જિલ્લામાં ચાર ઝોનનો સમાવેશ થાય છે. જેમાં રાવપુરા,કારેલીબાગ,ગોત્રી તેમજ મકરપુરાનો સમાવેશ થાય છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં સયાજીગંજ અને માંડવી એમ બે ઝોનમાં પરીક્ષા યોજાઈ રહી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. ધોરણ 10નું પ્રથમ પેપર પૂર્ણ થતાંની સાથે જ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રની બહાર આવતાં જ ખુશ જોવા મળ્યા હતા. બીજી તરફ પરીક્ષા કેન્દ્રોની બહાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યા હતા.

Next Story