Connect Gujarat
ગુજરાત

વડોદરા સહિત રાજ્યમાંથી વાહનચોરી કરતી ગેંગ ઝડપાયી, 1 કરોડનાં વાહનો ચોર્યા

વડોદરા સહિત રાજ્યમાંથી વાહનચોરી કરતી ગેંગ ઝડપાયી, 1 કરોડનાં વાહનો ચોર્યા
X

ક્રાઈમબ્રાન્ચને મળેલી બાતમીના આધારે વડોદરામાંથી ગેંગને દબોચી લીધી

વડોદરામાં ફોરવ્હીલ વાહન ચોરીના બનાવોમાં ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જીલ્લાના વતની અને વડોદરામાં રહી ચુકેલા જાવેદ ઉર્ફે લોહા તેમજ રીયાજ ઉદ્દીન ઉર્ફે ગ્યાસઉદ્દીન શેખની સંડોવણી હોવાની શકયતાએ આ બન્ને શખ્સોની શોધખોળ ચાલી રહી હતી. દરમ્યાન ગઇ કાલે રાતના સમયે મળેલી બાતમીના આધારે ક્રાઈમબ્રાન્ચની ટીમ દ્વારા આજવા રોડ સ્થિત એકતાનગર ઝુપડપટ્ટીના પાછળના ભાગેથી શંકાસ્પદ જણાયેલી બે ફોરવ્હીલને રોકવા જતાં આ બન્ને ગાડીઓ ચલાવનાર શખ્સોએ ફોરવ્હીલને પાછી વાળી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે તેમનો પીછો કરી બન્ને ફોરવ્હીલ રોકતાં સેવરોલેટ બીટ કારમાંથી જાવેદ ઉર્ફે લોહા ઉર્ફે અફસર એહમદ રીયાજ એહમદ પઠાણ મૂળ ઉતરપ્રદેશનો અને હાલ રહે. આશીયાના એપા. સેલવાસ રોડ વાપી તેમજ મોહમદનઇમ મોહમદસલીમ કુરેશી મૂળ રહે પ્રતાપગઢ, યુ.પી અનેહાલ રહે. આશીયાના એપા. સેલવાસ રોડ વાપી જ્યારે મારુતી ઇક્કો કારમાથીં ગ્યાસુદીન ઉર્ફે રીયાઝુદીન નઇમઉદીન શેખ મૂળ પ્રતાપગઢ, યુ.પી અને હાલ માંજલપુર, વડોદરાને ઝડપી પાડ્યા હતા. કારમાંથી ૧૦ જેટલા મોબાઇલ ફોન અને વાહન ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો, જુદી જુદી ચાવીઓ નંગ-૧૫ પણ મળી આવ્યાં હતા.

[gallery td_select_gallery_slide="slide" ids="45243,45244,45245,45246"]

આ શખ્સો પાસેથી પોલીસે કારનાં ડોક્યુમેન્ટ માગતાં સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. બાદમાં તેમની કડકાઈથી પૂછપરછ કરતાં તેમણે છેલ્લા પોણા બે વર્ષમાં વડોદરા શહેરને ટાર્ગેટબનાવી વાહન ચોરી કરી હતી. ઉપરાંત સુરત,અંકલેશ્વર,સાવલી ખાતેથી ૨૫ જેટલી ફોરવ્હીલ જેની અંદાજે કીમત રુપીયા ૧,૦૪,૯૮,૫૦૫/-(એક કરોડ ચાર લાખ અઠ્ઠાણું હજાર પાંચસોને પાંચ રૂપિયા)ના વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ શખ્સો મોડી રાતના સમયે પાર્ક કરેલી વાહનો જેવાંકે તવેરા અને બોલેરો ગાડીના બંધ દરવાજા પરનું લોક કાઢી વાહન ચોરી કરતા હતા.

Next Story