Connect Gujarat
ગુજરાત

વડોદરા : સાવલી જરોદ રોડ પર આવેલ કંપનીમાં લાગી ભીષણ આગ

વડોદરા : સાવલી જરોદ રોડ પર આવેલ કંપનીમાં લાગી ભીષણ આગ
X

વડોદરા સાવલી જરોદ રોડ પર આવેલી બહુચર્ચિત ડાયમંડ પાવર કંપનીમાં ભીષણ આગ લાગતા ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. ભીષણ આગની જ્વાળાઓ ઉંચે આકાશમાં ચડતા ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા હતા. કંપનીના સ્ક્રેપ યાર્ડમાં લાગેલી આગ પવનના કારણે કંપનીના અન્ય ભાગમાં અને કચરામાં પ્રસરવા પામી હતી.

સ્ક્રેપ યાર્ડમાં પડેલ પ્લાસ્ટિક અને ઓઇલના બેરલોમાં ભીષણ આગ પ્રસરી હતી. છેલ્લા દોઢ વર્ષથી કંપની બંધ હાલતમાં હોવાનું પણ જાણવા મળ્યું હતું. હાલ કંપની પર લેણદાર બેન્કનો કબ્જો છે એમ પણ જાણવા મળ્યું હતું. આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ચાર ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી જઇ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ભીષણ આગના ભયાનક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આગનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.

Next Story