Connect Gujarat
ગુજરાત

વડોદરા : સુએઝ પપીંગ સ્ટેશન ઉપર ઓછા હોર્સ પાવરના મૂકવામાં આવેલા પમ્પોનું કૌંભાડ ઝડપાયું

વડોદરા : સુએઝ પપીંગ સ્ટેશન ઉપર ઓછા હોર્સ પાવરના મૂકવામાં આવેલા પમ્પોનું કૌંભાડ ઝડપાયું
X

સ્થાયિ સમિતીના ચેરમેન સતીષ પટેલે આજે ગાજરાવાડી સુએઝ પમ્પીંગ સ્ટેશનની મુલાકાત લીધી.

કૌંભાડમાં કોર્પોરેશનના અધિકારીઓની પણ સંડોવણી બહાર આવવાની સંભાવના

વડોદરા મહાનગર સેવા સદનના ગાજરાવાડી ખાતે આવેલા સુએઝ પપીંગ સ્ટેશન ઉપર ઓછા હોર્સ પાવરના મૂકવામાં આવેલા પમ્પોનું કૌંભાડ સ્થાયિ સમિચીના ચેરમેને ઝડપી પાડ્યું છે. શહેરમાં ડ્રેનેજ, વરસાદી ગટર વિગેરેના કામો કરી રહેલા કોન્ટ્રાક્ટરોના એકપછી એક બહાર આવી રહેલા કૌંભાડોએ ખળભળાટ મચી ગયો છે.

કોર્પોરેશનની સભામાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે (ભથ્થુ)એ સુએઝ પમ્પીંગ સ્ટેશન ઉપર ઓછા હોર્ષ પાવરની મોટર મૂકવામાં આવી હોવાની રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈ સ્થાયિ સમિતીના ચેરમેન સતીષ પટેલે આજે ગાજરાવાડી સુએઝ પમ્પીંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી.

મુલાકાતા દરમિયાન ચેરમેનની તપાસમાં 19 એમ.પી. એચ.આર.ના બદલે 15 એમ.પી.ના 3 એમ.પી. એચ.આર.ના પમ્પ મળી આવ્યા.આ ઘટનાની જાણ થતાં જ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ) સ્થળ પર દોડી ગયા હતા. રૂપિયા 85લાખનું કૌંભાડ બહાર આવતાં ચેરમેને કોન્ટ્રાક્ટરની ઝાટકણી કાઢી હતી. તો કોન્ટ્રાક્ટરે કંપનીમાંથી પમ્પ ઉપર ઓછા હોર્ષ પાવરનું લેબલ લગાવ્યું હોવાનો લૂલો બચાવ કરતો જોવા મળ્યો હતો.

સમગ્ર ઘટના અંગે સ્થાયિ સમિતીના ચેરમેન સતિષ પટેલે જણાવ્યું હતું કે, આજે સવારે ગાજરાવાડી સુએઝ પમ્પીંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. પમ્પીંગ સ્ટેશન ઉપર મલીન જળને શુધ્ધ કરવા માટે 6 પમ્પ મુકવામાં આવેલા છે. કોન્ટ્રાક્ટરે 19એમ.પી. એચ.આર.ની ક્ષમતાના પમ્પ મૂકવાના હતા. પરંતુ, 6 પૈકી 3 પમ્પ 19 એમ.પી. એચ.આર.ના બદલે 15 એમ.પી. એચ.આર.ના પમ્પ મૂકવામાં આવ્યા છે. આ અંગે એરડા કંપનીને તપાસનો હુકમ કરવામાં આવ્યો છે. તપાસનો રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે (ભથ્થુ)એ જણાવ્યું હતું કે, સુએઝ પમ્પીંગ સ્ટેશન ઉપર ઓછા હોર્ષ પાવરની મોટર મૂકવાનું કૌંભાડ ચાલી રહ્યું હોવાની રજૂઆત સભામાં કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટર પમ્પ ઉપર ઓછા હોર્ષ પાવરનું લેબલ કંપનીમાંથી લગાવીને આવ્યું હોવાનો લૂલો બચાવ કરી રહ્યો છે. આ કૌંભાડની તટસ્થ તપાસ કરવામાં આવે. આ કૌંભાડમાં કોર્પોરેશનના અધિકારીઓની પણ સંડોવણી બહાર આવે તેમ છે.

Next Story