Connect Gujarat
ગુજરાત

વડોદરા સુગરના સભાસદોની શેરડીના નાણાં બાબતે કરજણ પ્રાંત અધિકારીને આવેદન

વડોદરા સુગરના સભાસદોની શેરડીના નાણાં બાબતે કરજણ પ્રાંત અધિકારીને આવેદન
X

વડોદરા સુગરના ખેડૂત સભાસદોને શેરડીના નાણાં ન

ચુકવાતા ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઇ ભારે સુત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે

કરજણના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી શેરડીના નીકળતા નાણાં માટે માંગ કરતા

પુન: એકવાર વડોદરા સુગર ટોક ઓફ ધ ટાઉન બનવા પામી હતી. વડોદરા જિલ્લાની સૌથી મોટી

અને સૌથી વધુ સભાસદો ધરાવતી વડોદરા સુગરમાં ૨૦૧૮ - ૨૦૧૯ વર્ષ દરમિયાન ખેડૂત

સભાસદોએ વડોદરા સુગરમાં શેરડી પીલાણ માટે આપી હતી.

જે શેરડીના નાણાં આાજદિન સુધી ખેડૂતોને ન મળ્યાના

આક્ષેપો સાથે કરજણ તેમજ શિનોર તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઇ શેરડીના

નાણાં આપવાની માંગ સાથે ગુરૂવારના રોજ સતિષ નિશાળીયા હાય હાય, આપો રે આપો રૂપિયા આપોના સુત્રોચ્ચારો કરી જનસેવા

સંકુલ ગજવી મુક્યું હતું. ખેડૂત સભાસદોએ કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી

સરકાર સુધી ખેડૂતોનો અવાજ પહોંચાડવા રજુઆત કરી હતી. જો ખેડૂત સભાસદોના શેરડીના

નાણાં બાબતે વડોદરા સુગર દ્ધારા કોઇ નિરાકરણ નહીં લાવવામાં આવે તો જલદ આંદોલન

કરવાની ચિમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી.

Next Story