Connect Gujarat
ગુજરાત

વડોદરા ITM યુનિવર્સ ખાતે બે દિવસીય ડીજીટલ માર્કેટીંગ સંદર્ભે વર્કશોપ યોજાયો.

વડોદરા ITM યુનિવર્સ ખાતે બે દિવસીય ડીજીટલ માર્કેટીંગ સંદર્ભે વર્કશોપ યોજાયો.
X

૧૩૦ જેટલા વિદ્યાર્થીઓએ ડીજીટલ મિડીયા અંગેની મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી.

ગુજરાતની સોશ્યલ મિડીયા કન્સલટીંગ એન્ડ ટ્રેનિંગ એજન્સી કોન્વોફીલીયા દ્વારા વડોદરાની ITM યુનિવર્સના સહયોગથી તા- ૧ અને ૨ એપ્રિલનાં રોજ ડિજીટલ માર્કેટીંગ વિષય પર પ્રેક્ટીકલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

IMG-20160404-WA0027

આ વર્કશોપમાં મુંબઈનાં ડીજીટલ માર્કેટીંગ એક્ષપર્ટ અનંથ નારાયણન વી. એ બે દિવસ પ્રેક્ટીકલ વર્કશોપમાં ઉપસ્થિત ૧૩૦ જેટલા વિદ્યર્થીઓને સોશ્યલ મિડીયા અને ડીજીટલ માર્કેટીંગ વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો.

12916913_709146532455144_7345510753718562395_o

આ ઉપરાંત ફેસબુક એડ્સ, ગુગલ એડવર્ડસ, ટ્વીટર ઈનસાઈટ્સ તેમજ ગુગલ એનાલીટીક્સ જેમાં ડિજીટલ વિષયો સંદર્ભે વિદ્યાર્થીઓ તેનાં કાર્ય ક્ષેત્ર અંગેની વિસ્તૃત સમજુતી આપી હતી. તેમજ જે વિદ્યાર્થી ડીજીટલ ક્ષેત્રે પોતાનું નવુ કાર્યક્ષેત્ર વિકસાવવા કે શરૂ કરવા માંગે છે તેમને પ્રોત્સાહીત કરીને ડીજીટલ માર્કેટીંગ એક્ષપર્ટ અનંથ નારાયણન વી એ પ્રથમ પોતાનું લક્ષ્ય નક્કી કરી એક બ્રાન્ડ બનાવીને ડીજીટલ ક્ષેત્રે આગળ ધપવાની સલાહ આપી હતી.

itm

આ વર્કશોપમાં અગાઉ પ્રારંભીક સંબોધન સોશ્યલ મિડીયા કન્સલટીંગ એન્ડ ટ્રેનીંગ એજન્સી કોન્વોફીલીયાનાં એક્ષપર્ટ અને કન્સલટન્ટ ડો.ખુશ્બુ પંડ્યાએ સોશ્યલ મિડીયા, ડીજીટલ માર્કેટીંગ વિશેનો વિદ્યાર્થીઓને ટુંકો પરિચય આપી આ વર્કશોપ તેઓ માટે પ્રેરણારૂપ બની રહેશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.

Next Story