Connect Gujarat
ગુજરાત

વરસાદને મનાવવા મહિલાઓ કરે છે આવું કામ, દેવિ પુજક સમાજની છે પરંપરા

વરસાદને મનાવવા મહિલાઓ કરે છે આવું કામ, દેવિ પુજક સમાજની છે પરંપરા
X

મેઘરાજાની પધરામણી ન થતાં પાટીયા પર કાળી માટીનો મેહુલિયો બેસાડી ફળિયામાં વરસાદ માંગે છે

હાલમાં વરસાદનાં આગમન માટે હવામાન વિભાગ આગાહી કરતું રહે છે પણ વરસાદનાં કોઈ એંધાણ દેખાતા નથી. બીજી તરફ ખેડૂતો કાગડોળે વરસાદનીરાહ જોઈને બેઠા છે. ત્યારે મેઘરાજાની પધરામણી ન થતાં પ્રજા પણ આકુળવ્યાકુળ થઇ રહી છે. હવે વરસાદ ખેંચાતા લોક પ્રણાલિકા મુજબ પાટીયા પર કાળી માટીનો મેહુલીયો બનાવી દૈવીપુજક સમાજની મહિલાઓ વરસાદ માંગવા પણ નિકળી પડે છે. આ પરંપરા ડભોઈ પંથકમાં વર્ષોથી ચાલી આવે છે. સાથે ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર તાલુકામાં આવેલા જૂના દિવા ગામે પણ મહિ‌લાઓ આ પરંપરાને અનુસરે છે.

ઋતુચક્રનાં નિયમોનુસાર જુન માસનાં બીજા અઠવાડિયામાં ચોમાસાનાં દિવસો શરૂ થઇ જતા હોય છે. જોકે આ વર્ષે હવામાન ખાતાએ પણ વરસાદ દરવર્ષ કરતાં એક અઠવાડિયું વહેલો આવશે તેવી આગાહી કરી હતી. એટલું જ નહીં મહારાષ્ટ્ર, એમ પી, ઓરિસ્સાની સાથો સાથ ઉત્તર-દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં તો વરસાદી ઝાપટાં પણ જુનનાં પ્રથમ સપ્તાહમાં પડી જતાં હવામાન ખાતાની આગાહી સાચી ઠરે તેવા પણ એંધાણ જોવા મળ્યાં હતા.

ડભોઇ પંથકની વાત કરીએ તો ચાર દિવસ અગાઉ વસંતનાં વાયરાઓ ફુંકાયા, ધુળ પણ ઉડી ક્યારેક કાળાભંમ્મર વાદળો પણ સર્જાઇ ગયાં અતિશય બફારોની અનુભુતિ પણ પ્રજા કરી રહી છે. જે જોતાં જાણે હમણાં જ વરસાદ આવશેનાં એંધાણ સ્પષ્ટ જણાયાં પરંતુ વરસાદ આવશેની આશાઓ રાખીને બેઠેલી પ્રજા હોય કે ખેડૂતો તેઓની માટે આ આશાઓ ઠગારી જ પુરવાર થતી જોવા મળી રહી છે. એકબાજુ પાછલા ત્રણ વર્ષોમાં પણ વરસાદની અછતને લઇને ખેડૂતો માટે ચોમાસુ પાક શું કરવોની દ્વીધાઓ ઉભી થઇ ગઇ હતી.

ચાલુ સાલે વહેલો વરસાદની આશાએ ખતરો ચોખ્ખા કર્યા વાવેતર કરવાની શરૂઆત કરી ત્યારે હજુ સુધી મેઘમહેર ન થતાં ખેડૂત પર પણ ચિંતાનાં વાદળો છવાયાં છે. તો વળી દૈવીપુજક સમાજની મહીલાઓ પણ હવે તો મેહુલીયો લઇને કુદરતની રીઝવવા માટે નિકળી પડેલી જોવા મળે છે.

Next Story