Connect Gujarat
સમાચાર

વરસાદી સિઝનમાં ઘરે જ બનાવો ટેસ્ટી પાપડનો સૂપ, લાગી જશે ચટકો

વરસાદી સિઝનમાં ઘરે જ બનાવો ટેસ્ટી પાપડનો સૂપ, લાગી જશે ચટકો
X

ગુજરાતી ભોજનની સાથે પાપડ મળી જાય એટલે ખાવામાં કંઈક ઓર મઝા આવે. પણ હવે પાપડને અલગ રીતે સ્રવ કરવામાં આવે તો તેની મઝા કંઈક અલગ જ હોય છે. આજે કનેક્ટ ગુજરાતના વાચકો માટે પાપડની એક વાનગી કેવી રીતે બનાવવી તેની રેસિપી લઇને આવ્યા છીએ. જે વાનગી ખૂબ જ ટેસ્ટી છે અને વરસાદની સિઝનમાં જો તેને ઘરે જ બનાવવામાં આવે તો ભોજનમાં નવો સ્વાદ ઉમેરાય જાય. અત્યાર સુધી પાપડનું શાક, શેકેલા પાપડ, મસાલા પાપડ ટ્રાય કર્યા હશે. હવે આજે વાચકો પાપડના સૂપની રેસીપી લઇને આવ્યા છીએ. તો જોઇએ કેવી રીતે બને છે પાપડનો સૂપ...

જરૂરી સામગ્રી

3 નંગ – પાપડ

1/2 કપ – ઝીણી સમારેલી ડુંગળી

3 નંગ – લવિંગ

1/2 ચમચી – રાઇ

1 ચમચી – લસણ

1 કપ – ઝીણા સમારેલા ટામેટા

સ્વાદાનુસાર – મીઠું

જરૂરિયાત મુજબ – પાણી

2 ચમચી – તેલ

1/2 ચમચી – લાલ મરચું

સૂપ બનાવવાની સરળ રીત

સૌથી પહેલાં ધીમી આંચ પર એક પેનમાં તેલ ગરમ કરી લો. બાદમાં તેમા રાઇ ઉમેરી તે તતડે એટલે તેમાં સમારેલી ડુંગળી સાંતળી લેવી. ત્યારબાદ તેમાં લસણ અને લવિંગ ઉમેરવું. હવે તેમાં ટામેટા ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું. બધું મીક્ષ થઈ જાય એટલે તેમાં લાલ મરચું અને મીઠું ઉમેરી ફરીથી મિક્સ કરવું. પછી તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરીને હલાવવું. પાણીમાં ઉકાળો આવે એટલે તેમાં પાપડના નાના-નાના ટૂકડા કરીને ઉમેરી લેવા. 2 મિનિટ સુધી તેને ધીમી આંચ પર ચઢવા દેવું. પાપડ નરમ થાય એટલે ગેસની આંચ બંધ કરી દેવું. હવે સર્વ કરવા માટે તૈયાર છે ગરમા ગરમ પાપડ સૂપ...

Next Story