Connect Gujarat
દુનિયા

વર્લ્ડકપ 2019 ફાઇનલ  : આજે ઇગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મહામુકાબલો

વર્લ્ડકપ 2019 ફાઇનલ  : આજે ઇગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મહામુકાબલો
X

આજે ઇગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાશે. ક્રિકેટના મક્કા ગણાતા ઐતિહાસિક લૉર્ડ્સ મેદાન ક્રિકેટને એક નવો ચેમ્પિયન આપવા માટે તૈયાર છે,કારણ કે અત્યાર સુધીમાં બંન્નેમાંથી એક પણ ટીમ એક પણ વખત વર્લ્ડકપ જીતી નથી. બંન્ને ટીમો હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. ઇગ્લેન્ડના ઓપનર જો રૂટ અને જોની બેયરસ્ટો શાનદાર ફોર્મમાં છે. રૂટે અત્યાર સુધીમાં 549 રન બનાવ્યા છે.

બોલરોમાં ઝડપી બોલર ક્રિસ વોક્સ અને જોફ્રા આર્ચરની આગેવાનીમાં બોલરોએ શાનદાર ફોર્મમાં છે. યજમાન હોવાના કારણે ઇગ્લેન્ડને સ્થાનિક પરિસ્થિતિઓનો ફાયદોનો મળશે. પરંતુ કીવી કોચ ગૈરી સ્ટીડ અગાઉ કહી ચૂક્યા છે કે તેમની ટીમ આશ્વર્યજનક પ્રદર્શન કરી શકે છે. ન્યૂઝીલેન્ડની ટીમ ભારતને હરાવીને ફાઇનલમાં પહોંચી છે અને તેનો આત્મવિશ્વાસ હાલમાં ટોચ પર છે.

ઇગ્લેન્ડની ટીમ 27 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચી છે. તેની આ ચોથી ફાઇનલ છે. તે અગાઉ ત્રણ વખત ફાઇનલ રમી ચૂકી છે પરંતુ એક પણ વખત જીતી નથી. જોકે, આ વખતે પરિસ્થિતિ ઇગ્લેન્ડની તરફેણમાં છે અને તેને યજમાનની ફાયદો પણ મળી શકે છે. ઇગ્લેન્ડની ટીમ સેમિફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવીને ફાઇનલમાં પહોંચી છે.

Next Story