Connect Gujarat
સમાચાર

વર્લ્ડકપ 2019: બાંગ્લાદેશે વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટથી હરાવ્યું

વર્લ્ડકપ 2019: બાંગ્લાદેશે વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટથી હરાવ્યું
X

વર્લ્ડકપ 2019ના 23માં મુકાબલામાં આજે વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશનો મુકાબલો હતો. વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશને મેચ જીતવા આપેલા 322 રનના લક્ષ્યાંકને બાંગ્લાદેશે 41.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. જેની સાથે જ ચાલુ વર્લ્ડકપમાં એક રેકોર્ડ પણ સર્જાયો હતો. વર્તમાન સીઝનમાં પ્રથમ વખત કોઈ ટીમ 300થી વધુ રન ચેઝ કરતી વખતે જીતી હતી. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને 99 બોલમાં અણનમ 24 રન બનાવ્યા હતા. લિંટન દાસે 69 બોલમાં અણનમ 94 રન ફટકાર્યા હતા. તામિમ ઇકબાલ 48 રન બનાવી રન આઉટ થયો હતો.

આ પહેલા મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 321 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી સાઈ હોપે સર્વાધિક 96 રન બનાવ્યા હતા. લુઈસે 70 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી મુસ્તુફિઝુર રહેમાન અને મોહમ્મદ સૈફુદીને 3-3 વિકેટ ઝડપી હતી.

Next Story