Connect Gujarat
દેશ

વર્લ્ડકપ 2019 : ભારતે પાકિસ્તાન સામે 89 રનથી મેળવી જીત

વર્લ્ડકપ 2019 : ભારતે પાકિસ્તાન સામે 89 રનથી મેળવી જીત
X

વર્લ્ડકપ 2019ના 22માં મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને ડકવર્થ લુઈસ પ્રમાણે 89 રનથી હાર આપી હતી. જેની સાથે જ ભારતે વર્લ્ડકપમાં પાકિસ્તાને સતત સાતમી હાર આપી હતી. 337 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાન ઉતરેલી પાકિસ્તાનની ટીમને વરસાદના વિધ્ન બાદ ડકવર્થ લુઈસ પ્રમાણે 40 ઓવરમાં 302 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેની સામે તેઓ 6 વિકેટે 212 રન કરી શક્યા હતા.

પાકિસ્તાન તરફથી ફખર જમાને 62 અને બાબર આઝમે 48 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિજય શંકર, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી.

Next Story