Connect Gujarat
દુનિયા

વર્લ્ડ કપ 2019 : ભારતે અફઘાનિસ્તાન સામે 11 રનથી મેળવી જીત, મોહમ્મદ શામીએ લીધી હેટ્રિક

વર્લ્ડ કપ 2019 : ભારતે અફઘાનિસ્તાન સામે 11 રનથી મેળવી જીત, મોહમ્મદ શામીએ લીધી હેટ્રિક
X

ભારતે મેચ જીતવા આપેલા 225 રનના લક્ષ્યાંક સામે અફઘાનિસ્તાન 50 ઓવરમાં 213 રન બનાવી ઓલઆઉટ થઈ જતાં ટીમ ઈન્ડિયાનો 11 રનથી વિજય થયો હતો. અફઘાનિસ્તાન તરફથી નબીએ 52 રન બનાવ્યા હતા. આ સિવાય તમામ બેટ્સમેનો સેટ થયા બાદ આઉટ થયા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ અંતિમ ઑવરમાં હેટ્રિક લીધી હતી અને ભારતને વિજય આપ્યો હતો.

ભારતે રોહિત શર્માનાં રૂપમાં 7 રન પર જ પોતાની પહેલી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ વિરાટ અને કેએલ રાહુલે ભારતની ઇનિંગને સંભાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ રાહુલ પણ 64 રનનાં સ્કોર પર આઉટ થઈ ગયો હતો. રોહિતે 1 અને રાહુલે 30 રન બનાવ્યા હતા. વિજય શંકર 29, કેપ્ટન કોહલી 67, એમએસ ધોની 28, હાર્દિક પંડ્યા 7 અને કેદાર જાધવ રન 52 બનાવી શક્યા હતા.

અફઘાનિસ્તાન તરફથી ગુલબદિન નૈબ અને મોહમ્મદ નબીએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે મુજીબ-ઉર-ઝાદરન, આફતાબ આલમ, રાશિદ ખાન અને રહમત શાહે 1-1 વિકેટ ઝડપી હતી. 225 રનનાં પડકારનો સામનો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ તરફથી મોહમ્મદ નબીએ રન, રહમત શાહે 36, ગુલબદિન નાઇબે 27, હસમતઉલ્લાહ શાહિદી અને નજીબઉલ્લાહ ઝાદરને 21-21 રન બનાવ્યાા હતા. શમીએ 50મી ઓવરના ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલ પર વિકેટ લીધી હતી.

ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. તો જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિેકેટ ઝડપી હતી.

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શામીએ અફઘાનિસ્તાન સામેની હેટ્રિક લઈને ઇતિહાસ બનાવ્યો છે. મોહમ્મદ શામીના વનડે કરિયરની આ પ્રથમ હેટ્રિક છે. આ ઉપરાંત, આ વિશ્વ કપમાં કોઈ પણ બોલર દ્વારા લેવાયેલી આ પ્રથમ હેટ્રિક છે.

મોહમ્મદ શામીએ 28 મી વર્લ્ડકપ 2019 મેચમાં અફઘાનિસ્તાન સામે કુલ 9 .5 ઓવરનો બોલ ફેંક્યો છે. આ સમય દરમિયાન, તેણે 40 રન સાથે 4 વિકેટ લીધી. તે જ સમયે, મોહમ્મદ શામીએ ફક્ત છેલ્લા ઓવરમાં હેટ્રિક જ નહીં પણ ભારતને એક આકર્ષક મેચમાં જીત પણ આપી

Next Story