Connect Gujarat
સમાચાર

વર્ષમાં એક જ વાર બનતી શાહજહાંની પ્રિય એવી મુતંજન વાનગી

વર્ષમાં એક જ વાર બનતી શાહજહાંની પ્રિય એવી મુતંજન વાનગી
X

હકિકતમાં મુતંજનએ ઝર્દા વાનગીનું જ એક વેરિએશન છે. દક્ષિણ એશિયામાં ઘણાં લોકો ડેઝર્ટ તરીકે ઝર્દાનો ઉપયોગ કરે છે. ઝર્દ એ પર્શિયન અને ઉર્દુ પરથી બનેલો શબ્દ છે. જેનો અર્થ પીળો થાય છે. કારણકે આ વાનગીનો કલર પીળો હોય છે. પરંતુ હાલના સમયમાં ઝર્દામાં અનેક રંગોનો ઉપયોગ થાય છે. તેમજ તેમાં વિવિધ ડ્રાયફ્રુટ ઉમેરીને તેને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે.

મુતંજન એ ઝર્દાનું વેરિએશન છે. જેમાં મીટના ફ્રાય કરેલા નાના ટુકડા ઉમેરવામાં આવે છે. આ વાનગી મુઘલ સમ્રાટ શાહજહાંની પ્રિય હતી અને અવાર નવાર તેમની ફર્માઇશ પર બનાવવામાં આવતી હતી.

મુતંજન એક ખાસ શાહી પકવાન છે. જે વર્ષમાં એક જ વાર બકરીઇદના આગલા દિવસે બનાવવામાં આવે છે.

મુતંજન બનાવવાની રીત

સામગ્રીઃ

- દોઢ કપ બાસમતી ચોખા

- 500 ગ્રામ મટન

- 10 કળી લસણ

- 2 ઇંચ આદુ

- ¼ કપ ઘી

- 1 પાતળી, ઝીણી સમારેલી ડુંગળી

- 4 કાળામરી

- 1 ઇંચના બે તજના ટુકડા

- 4 કરી પત્તા

- 9 લીલી ઇલાયચી

- 4 કાળી ઇલાયચી

- ¼ ચમચી જાયફળ

- 2 ચમચી યોગર્ટ

- દોઢ કપ ખાંડ

- 2 ચમચી લીંબુનો રસ

- 2 ચમચી ગુલાબજળ

- 2 ચમચી કેવડાનું જળ

- 4 લવિંગ

- થોડા કેસરના તાંતણા

- સ્વાદાનુસાર મીઠું

- ચોખાને ધોઇને પલાળી રાખવા. આદુ-લસણની પેસ્ટ બનાવવી.

- કઢાઇમાં ઘી ગરમ કરી ડુંગળીને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવી.

- હવે તેમાં કાળા મરી, તજ, લવિંગ, લીલી ઇલાયચી, કાળી ઇલાયચી, કરી પત્તા, જાયફળ અને છીણેલા આદુ-લસણ ઉમેરો. બે ત્રણ મિનીટ સુધી ચઢવો.

- તેમાં મટનના ટુકડા, આદુ-લસણની પેસ્ટ, યોગર્ટ અને મીઠું ઉમેરી મટન બ્રાઉન થાય ત્યાં સુધી ચઢવો.

- ત્યારબાદ તેમાં દોઢ કપ પાણી ઉમેરી ઢાંકીને મટન ચઢે ત્યાં સુધી પકવો.

- મટન ચઢી જાય પછી ઉપરનું ઢાંકણુ હટાવી પાણી બળી જાય ત્યાં સુધી ફરી પકવો.

- તેમાંથી મટનના ટુકડા બહાર કાઢીને એક સાઇડ પર રાખવા.

- બીજા પેનમાં ખાંડમાં અડધો કપ પાણી લઇને ઉકાળવુ. જ્યાં સુધી ખાંડ ઓગળે નહી ત્યા સુધી તેને હલાવવું.

- ત્યારબાદ તેમાં લીંબુનો રસ, ગુલાબજળ અને કેવડાનું પાણી અને કેસર ઉમેરવું.

- મલમલના કાપડમાં તજ પત્તા, લીલી ઇલાયચી, કાળી ઇલાયચી, કરી પત્તા, કાળામરી, લવિંગને મૂકી પોટલી બાંધવી.

- ચાર કપ પાણી ઉકાળી તેમાં ચોખા અને મલમલની પોટલી નાંખી ચોખાને અધકચરા ચઢવવા.

- ભાત ચઢી જાય ત્યારબાદ તેમાંથી પાણી નીતારી લેવુ.

- હવે ભાતમાં મટનના પીસ અને ખાંડની ચાસણી ઉમેરી બરાબર હલાવવું.

- શાહી મુતંજન તૈયાર છે તેને ગરમાગરમ સર્વ કરવું.

Next Story