Connect Gujarat
ગુજરાત

વલસાડઃ વિદ્યાર્થીઓએ સાઈકલો ચઢાવી ટેમ્પામાં, શાળા સંચાલકોએ કરાવી મજૂરી

વલસાડઃ વિદ્યાર્થીઓએ સાઈકલો ચઢાવી ટેમ્પામાં, શાળા સંચાલકોએ કરાવી મજૂરી
X

સયકલોનો જથ્થો લેવા જતાં ધોરણ 12નાં વિદ્યાર્થીઓ પાસેથી સાયકલો ચઢાવાયી

વલસાડ નજીક રોણવેલ ગામે આવેલી કુમાર છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી સંચાલકો દ્વારા કામ કરાવવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. જેમાં ધોરણ 12નાં વિદ્યાર્થીઓ શાળા પ્રવેશોત્સવની સાયકલો ટેમ્પોમાં ચઢાવતા નજરે પડે છે.

વલસાડનાં રોણવેલ ગામ સ્થિત આર.કે. પટેલ હાઈસ્કૂલમાં ભણતા અને કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને સંચાલકો દ્વારા કામ કરાવવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે. જેમાં તાજેતરમાં જ યોજાયેલા શાળા પ્રવેશોત્સવ બાદ વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલોનું વિતરણ કરવાનું હતું. આ સયકલોનો જથ્થો લેવા જતાં ધોરણ 12નાં વિદ્યાર્થીઓ પાસેથી સાયકલો ચઢાવવા-ઉતારવાનું કામ કરાવવામાં આવતું હતું. શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે કામ કરાવી ભણતરના બદલે મજૂરી કરાવતા હોવાની ગંભીર બાબત લોકોનાં ધ્યાને આવતાં અનેક ફરિયાદો ઉઠી છે.

Next Story