Connect Gujarat
ગુજરાત

વલસાડની બાઇ આવાંબાઇ હાઇસ્કૂલ ખાતે ‘મહિલા શારીરિક સૌષ્ઠવ દિવસ’ની ઉજવણી કરાઇ

વલસાડની બાઇ આવાંબાઇ હાઇસ્કૂલ ખાતે ‘મહિલા શારીરિક સૌષ્ઠવ દિવસ’ની ઉજવણી કરાઇ
X

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ પ્રેરિત મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના અંર્તગત વલસાડની બાઇ આવાંબાઇ હાઇસ્કૂલ ખાતે ‘મહિલા શારીરિક સૌષ્ઠવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

[gallery td_gallery_title_input="વલસાડની બાઇ આવાંબાઇ હાઇસ્કૂલ ખાતે ‘મહિલા શારીરિક સૌષ્ઠવ દિવસ’ની ઉજવણી કરાઇ" td_select_gallery_slide="slide" size="large" ids="108199,108200,108201,108202,108203,108204,108205"]

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ પંકજભાઇ આહિરે જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનો ઉદ્દેશ મહિલાઓ સ્વયં જાગૃત થઇ પોતાના હકો મેળવે તે હતો. તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓ ત્યારે જ આગળ આવી દેશની સેવા કરી શકે જયારે તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત હોય. આ કાર્યક્રમમાં મહાનુભવો તરીકે ઉપસ્થિત મહિલાઓની સફળતા દ્વારા પોતાના જીવનમાં પ્રેરણા લેવાની જરૂર છે.

નગરપાલિકા વલસાડના શાસક પક્ષના નેતા સોનલબેન સોલંકીએ કરતા જણાવ્યું હતું કે, આજે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીની પૂર્ણાહુતિ છે, પરંતુ મહિલા સશક્તિકરણ આપણા સમાજમાં નિરંતર રહે તેવા પ્રયાસો કરવા જાઇએ. સોશિયલ મીડિયા અને જંક ફુડની આડઅસર સૌથી વધુ બાળકો ઉપર થઇ રહી છે, ત્યારે ઘરની મહિલાઓ આ દુષણ હટાવવા આગળ આવી પ્રયત્નો કરે તે જરૂરી છે. મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે પોતાના શરીરની કાળજી લેવી જાઇએ.

કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના પતંજલિ યોગ તજજ્ઞ પ્રિતીબેન ટંડેલે યોગના મહત્ત્વને સમજાવતાં જણાવ્યું કે, વિશ્વભરમાં યોગ પ્રત્યે જયારે લોકો જાગૃત થયા છે, ત્યારે પતંજલિ યોગ પીઠ દ્વારા વલસાડમાં સો જેટલા લોકોએ યોગ વિષયમાં પરીક્ષા આપી છે. જેમાં સરકાર માન્ય સર્ટીફિકેટને દ્વારા તેઓ યોગ શિક્ષક તરીકે કોઇ પણ દેશમાં પોતાનું કેરીયર બનાવી શકશે.

યોગ તજજ્ઞ તનુજા મકવાણાએ રોજિંદા જીવનમાંથી એક કલાક પોતાના મન અને શરીરને આપવા જણાવ્યું હતું. તેમણે યોગના ફાયદાથી અવગત કરાવી પ્રાણાયામ અને આસનો કરાવ્યા હતા. જેમાં આવાંબાઇ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓ, શિક્ષકો અને ઉપસ્થિત અન્ય મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે ભૈરવી જાશીએ પોતાના અનુભવો વ્યકત કરતા જણાવ્યું કે, સાઇકલિંગ એ પોતાના સાથેનો શ્રેષ્ઠ સમય છે. સાયકલના ઉપયોગ દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાની સાથે-સાથે પર્યાવરણને પણ નુકશાન થતા બચાવી શકીએ છીએ. દરેક સ્ત્રીએ પોતાના માટે એક કલાક સાઇકલિંગ અથવા વોકિંગ માટે ફાળવવો જાઇએ, તેના દ્વારા બ્રેસ્ટ કેન્સર જેવી ભયાનક બીમારીથી પણ બચી શકાય છે.

વિશ્વભરમાં નામના મેળવનાર અને વલસાડ જિલ્લાને ગૌરવ પ્રદાન કરનારા ૨૦૧૫ના મિસિસ વર્લ્ડ દ્રષ્ટિબેન ભાનુશાલી અને સાઇકલિંગ મેરેથોનના મેયર ભૈરવી જાશીને સર્ટિફિકેટ આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. આ કાર્યક્રમમા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વાય.એચ.પટેલ તેમજ જિલ્લા રમતગમત અધિકારી એમ.એમ.પટેલ, આઇ.સી.ડી.એસ. અધિકારી જયોત્સના પટેલ, વલસાડ મહિલા મોરચા પ્રમુખ જિજ્ઞાસાબેન, જિલ્લા યુવા વિકાસ અધિકારી ગીતાબેન ઉપસ્થિત રહ્ના હતા.

Next Story