Connect Gujarat
ગુજરાત

વલસાડ:રૂ. ૨૮૬.પ૦ લાખના ખર્ચે નવનિર્મિત ધરમપુર એસ.ટી.ડેપોનું આરોગ્યમંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ

વલસાડ:રૂ. ૨૮૬.પ૦ લાખના ખર્ચે નવનિર્મિત ધરમપુર એસ.ટી.ડેપોનું આરોગ્યમંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ
X

રાજ્ય રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ધરમપુર ખાતે રૂ.૨૮૬.પ૦ લાખના ખર્ચે બાંધવામાં આવેલા અદ્યતન સુવિધાયુક્ત નવિન બસ સ્ટેશનનું લોકાર્પણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ વિભાગના રાજયકક્ષાના મંત્રી કિશોરભાઇ કાનાણી(કુમાર)ના હસ્તે કરવામાં આવ્યું હતું.આ અવસરે આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઇ કાનાણીએ જણાવ્યું હતું કે, છેવાડાના ગામડાઓ સુધી લોકોને વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ કરાવી રાજ્યના આર્થિક, સામાજિક તેમજ શૈક્ષણિક વિકાસમાં સિંહફાળો આપી રહી છે. વૈશ્વિક આધુનિકરણની સાથે રાજ્યની પ્રજાને પણ આધુનિક અને સગવડતાભરી પરિવહન સેવા મળી રહે તે માટે એસ.ટી. નિગમ સતત પ્રયત્નશીલ છે.

ઉલ્લેખનીય છે કે, બસ સ્ટેશન ધરમપુર, કપરાડા અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોને બસ સેવા પૂરી પાડતા ધરમપુર બસ સ્ટેશન ૧૩૮૬૦ ચો.મી. વિસ્તારમાં નિર્માણ પામ્યું છે. ધરમપુર ડેપો ખાતે ૭ સ્લીપર કોચ, ૭ ગુર્જર નગરી, ૧૯ મીની તેમજ ૨૮ સુપર વાહનો છે. ધરમપુરનું નવું બસસ્ટેશન મુસાફરો માટે બેઠક વ્યવસ્થા, વહીવટી અને વિદ્યાર્થી પાસ રુમ, ટ્રાફિક કંટ્રોલ રુમ, ઉપહાર ગૃહ, લેડીઝ રેસ્ટરુમ, સ્ટોલ, પાર્સલ રૂમ, જાહેર શૌચાલય, દિવ્યાંગો માટે સ્લોપિંગ રેમ્પ વીથ રેલિંગ સહિતની સુવિધાઓથી સજ્જ રહેશે.

આ કાર્યક્રમમાં વલસાડના સાંસદ ડૉ. કે. સી. પટેલ, જિલ્લા પંચાયત વલસાડના પ્રમુખ મણિલાલ પટેલ, ધારાસભ્ય સર્વે અરવિંદભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, ભરતભાઇ પટેલ, વલસાડ જિલ્લા કલેકટર સી.આર.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જાષી, અધિક નિવાસી કલેકટર કમલેશ બોર્ડર, પ્રાંત અધિકારી રવિન્દ્ર ખતાલે તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહયા હતા.

Next Story