Connect Gujarat
Featured

વલસાડ : કોરોના ટેસ્ટીંગ માટે પાલિકાએ ન ફાળવી જગ્યા, જુઓ પછી શું થયું

વલસાડ : કોરોના ટેસ્ટીંગ માટે પાલિકાએ ન ફાળવી જગ્યા, જુઓ પછી શું થયું
X

વલસાડ નગરપાલિકા સંચાલિત ડીએમડીજી હાઈસ્કૂલમાં આરોગ્ય વિભાગે કોરોના વાયરસના ટેસ્ટીંગ માટે રૂમની ફાળવણી કરવામાં નહિ આવતાં આરોગ્ય વિભાગને શાળાની બહાર જ ટેસ્ટ કરવાની ફરજ પડી હતી.

વલસાડ જિલ્લામાં કોરોના ના સંક્રમણ ને અટકાવવા માટે કોરોનાના ટેસ્ટ માટે અલગ અલગ વિસ્તારોમાં મોબાઈલ યુનિટો ફરતી હોય છે. જિલ્લાનો કોઇપણ નાગરિક સ્‍વૈચ્‍છાએ તે સ્‍થળે જઇ ટેસ્‍ટ કરાવી શકે છે આજરોજ આ મોબાઈલ યુનિટ વલસાડ નગરપાલિકા સંચાલિત ડીએમડીજી હાઈસ્કૂલ ખાતે કાર્યરત કરવામાં આવી હતી જેમાં યોગ્ય રૂમની ફાળવણી ના કરવામાં આવતા આરોગ્ય કર્મચારીઓ અટવાયા હતાં. તેમણે શાળાના ગ્રાઉન્ડ ફ્લોર પર તમામ વ્યવસ્થા ઉભી કરી હતી. ત્યારબાદ પણ સ્કૂલ કે પાલિકાના કોઈપણ કર્મચારી હાજર ન રહેતા આખરે આરોગ્ય ના કર્મચારીઓ દ્વારા સ્કૂલની બહાર જ પીપીઈ કીટ પેહરીને ટેસ્ટની કામગીરી શરૂ કરી હતી.

Next Story