Connect Gujarat
ગુજરાત

વલસાડ ખાતે સ્વચ્છ શક્તિ દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ

વલસાડ ખાતે સ્વચ્છ શક્તિ દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ
X

સ્વચ્છતા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઆનું સન્માન કરાયું

વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લા પંચાયતના રાજીવગાંધી હોલ ખાતે સ્વચ્છ શક્તિ-૨૦૧૯ અંતર્ગત સ્વચ્છ શક્તિદિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન સ્વચ્છતા માટે ઉત્કૃષ્ઠ કામગીરી કરનારી મહિલાનોને સાલ આઢાડી તેમજ મેડલ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ મહિલાઆએ તેમના ગામમાં સ્વચ્છતા જાગૃતિ અંગે કરેલી કામગીરીની વિસ્તૃત સમજણ આપી હતી.

[gallery size="large" td_select_gallery_slide="slide" ids="84221,84222,84223,84224"]

આ અવસરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.કે.વસાવાએ સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા જાળવણી માટે મહિલાનું મહત્ત્વનું યોગદાન રહ્નાં છે. ઘર અને ગામને સ્વચ્છ બનાવવાના ધ્યેય સાથે આગળ વધી સૌ સાથે ચાલીશું તો જ સમગ્ર દેશને સ્વચ્છ બનાવી મહાત્મા ગાંધીના સ્વપ્નને સાકાર કરી શકીશું. તેમણે જણાવ્યું હતું કે, ઘર અને ગામમાં ગંદકી દૂર થવાથી બીમારીનું પ્રમાણ આછું થશે અને સ્વાસ્થ્ય પણ જળવાઇ રહેશે. શૌચાલય બનાવી તેનો લોકો ઉપયોગ કરતા થાય તે માટે જાગૃતિ કેળવવા માટે સૌના સહયોગની અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

ડુંગરીના પૂર્વ સરપંચ પ્રવિણાબેને સ્વચ્છતાની શરુઆત આપણા ઘરેથી કરી ગામમાં સ્વચ્છતા જાળવવામાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. ગામને ચોખ્ખું રાખવા સ્વચ્છતાના સંશાધનો ઊભા કરવાને પ્રાથમિકતા આપવા પણ તેમણે જણાવ્યું હતું.

તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેને સ્વચ્છતાની ઉપયોગીતા સમજાવી બાળકોને નાનપણથી જ સ્વચ્છતાની આદત પાડવા જણાવ્યું હતું. પશ્ચિમી સંસ્કૃતિ મુજબ કપડાં તેમજ અન્ય ચીજ વસ્તુઆનું અનુકરણ કરનારાઆ ત્યાંની સ્વચ્છતા જાળવણીનું પણ અનુકરણ કરે તે જરૂરી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.

નાનાવાઘછીપા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા વનિતાબેન પટેલે ગામમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે શાળાના બાળકોને તેમના ઘરેથી શાળાએ આવતાં જે સૂકો કચરો દેખાય તે શાળામાં લઇ આવવા અને તેને અલગ-અલગ કચરાપેટીમાં મૂકવા માટે કરેલા પ્રયાસ અંગે સવિસ્તર જાણકારી આપી હતી. તેમણે જિલ્લાની દરેક શાળાના બાળકોને કચરાના યોગ્ય નિકાલ બાબતે પૂરતું માર્ગદર્શન આપવા અનુરોધ કર્યો હતો.

સ્વચ્છતા જાગૃતિ માટે સન્માનિત કરાયેલી મહિલાઆમાં ભાંભાના સરપંચ ચંચળબેન પટેલ, નારગોલ ગ્રા.પં. સભ્ય નિલમબેન બારીયા, ગ્રામ સખીસંઘ માંડવાના કમળાબેન બહિલમા, દાંડીના સ્વચ્છાગ્રહી અંબાબેન પટેલ, તાલુકા પંચાયત સદસ્ય પ્રવિણાબેન, નાનાવાઘછીપા પ્રા.શાળાના આચાર્યા વનિતાબેન પટેલ તેમજ કરાયાના સરપંચ શીતલબેન પટેલનો સમાવેશ થાય છે.

વલસાડ જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પણ સ્વચ્છ શક્તિ દિનની ઉજવણી અંતર્ગત રેલી, સેમિનાર સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. અ.મ.ઇ. વી.સી.પટેલે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે પ્રોબેશનલ ડેપ્યુટી કલેક્ટર દૃષ્ટિબેન શુક્લ, એસ.બી.એમ. અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્ટાફ, વિવિધ ગામોમાંથી મહિલાઆ હાજર રહી હતી.

Next Story