Connect Gujarat
ગુજરાત

વલસાડ : ડોકટરો પર થયેલ અત્યાચારને લઈને ડોક્ટરોની હડતાળ માં જુનિયર ડોક્ટરોનું સમર્થન

વલસાડ : ડોકટરો પર થયેલ અત્યાચારને લઈને ડોક્ટરોની  હડતાળ  માં જુનિયર ડોક્ટરોનું સમર્થન
X

પશ્ચિમ બંગાળમાં થયેલ જુનિયર ડોકટરો પરના હુમલાના વિરોધમાં ચાલી રહેલી હડતાળના સમર્થનમાં સમગ્ર દેશમાં ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાળ પાડવામાં આવી છે. જેને લઈને વલસાડ ખાતે આવેલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડોકટરો દ્વારા પણ આ હડતાળને સમર્થન આપી તેમાં જોડાયા છે.

પશ્ચિમ બંગાળમાં જુનિયર ડોકટરો પર લોકટોળા દ્વારા કરવામાં આવેલ હુમલાને લઈને સમગ્ર દેશમાં ઘેરાપ્રત્યાઘાત પડી રહ્યાં છે જેને લઈને વલસાડ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલના જુનિયર ડોકટરો અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી હતી. અને બંગાળ ના મુખ્યમંત્રી વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને માત્ર ઇમર્જન્સી સુવિધા જ ચાલુ રાખવામાં આવી છે અને પેસન્ટ ની જરૂરિયાત મુજબ કામ ચાલુ રાખવા આવી રાહ્યુ છે. ડોકટરોને ન્યાય મળે એ હેતુસર મેડિકલ કોલેજ અને જુનિયર ડોકટરોએ આ હડતાળ નું સમર્થન આપી તેમાં જોડાયા હતા.

Next Story