Connect Gujarat
ગુજરાત

વલસાડ : તિથલ રોડ પરથી પોલીસ દ્વારા 2 કરોડ 44 લાખની લક્ઝ્યુરિયસ કારને ડિટેન કરાઈ

વલસાડ : તિથલ રોડ પરથી પોલીસ દ્વારા 2 કરોડ 44 લાખની લક્ઝ્યુરિયસ કારને ડિટેન કરાઈ
X

વલસાડ પોલીસ દ્વારા 2 કરોડ 44 લાખની લક્ઝ્યુરિયસ સ્પોર્ટ્સ કારને ડિટેન કરવામાં આવી. નંબર પ્લેટ અને અન્ય ડોક્યુમેન્ટ ન હોય અને ધ્વનિપ્રદૂષણ વધુ થતું હોય સાથે સાથે ટેમ્પરી નંબર પેલ્ટના લગાવી હોય જેથી પોલીસે કારને ડિટેન કરી વધુ તપાસ હાથ ધરી હતી.

વલસાડ ટ્રાફિક પોલીસ દ્વારા જેગુઆર એફ 1 ટાઈપ સ્પોર્ટ્સ કાર વલસાડના તિથલ રોડ પર ફરી રહી હતી. જે દરમિયાન વલસાડ સીટી પોલીસ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું। જે સમયે પોલીસને આ કાર દેખાતા જેમાં નંબર પેલ્ટ ન હોય જેને કારણે પોલીસ દ્વારા આ કારાને અટકાવીને પૂછપરછ હાથ કરવામાં આવી હતી.જેમાં કાર ચાલકે દ્વારા સંતોષકારક જવાબ ન મળતા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશને કાર લાવી કાર ડિટેન કરી હતી. આ કારને અમદાવાદ થી લાવવામાં આવેલ 490 કિમિ સુધી ફેરવવામાં આવેલ જેને લઈને વલસાડ પોલીસ દ્વાર આરટીઓને સાથે રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર વલસાડના નામી બિલ્ડર બિપિન પટેલની હોય જેને કારણે પોલીસ સ્ટેશને લોકોનો જમાવડો થયો હતો.

Next Story