Connect Gujarat
ગુજરાત

વલસાડ : નાનાપોંઢા ખાતે જિલ્લા કક્ષાના “વન્‍ય પ્રાણી સપ્‍તાહ”ની કરાઇ ઉજવણી

વલસાડ : નાનાપોંઢા ખાતે જિલ્લા કક્ષાના “વન્‍ય પ્રાણી સપ્‍તાહ”ની કરાઇ ઉજવણી
X

પૃથ્‍વી ઉપર જીવ સૃષ્‍ટિનું રક્ષણ કરવાની જાગૃતિ લાવવા માટે ૧૯પરથી “વન્‍ય પ્રાણી સપ્‍તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. “વન્‍ય પ્રાણી સપ્‍તાહ”ની ઉજવણી મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતિના દિવસથી દર વર્ષે કરવામાં આવે છે. વન્‍ય જીવોનું રક્ષણ થાય તે માટે રાષ્‍ટ્રીય ઉદ્યાન અને અભ્‍યારણોની રચના કરવામાં આવી છે.

વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે માધ્‍યમિક શાળામાં જિલ્લા કક્ષાના “વન્‍ય પ્રાણી સપ્‍તાહ”ની ઉજવણી અવસરે વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેઓએ આપણા જીવન સાથે સંકળાયેલા સૃષ્‍ટિના જીવ-જંતુઓ તેમજ પશુ-પક્ષીઓનું મહત્ત્વ સમજવું જરૂરી છે તેમ જણાવ્‍યું હતું. વન્‍યપ્રાણી સંરક્ષણ જાગૃતિ અંગે યોજાયેલી વિશાળ રેલીને વનમંત્રી રમણલાલ પાટકર અને મહાનુભવોએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. આ રેલી “દેશપ્રેમના નાતા હે, વૃક્ષો હમારા ભ્રાતા હૈ”, “વન ખીલે જગ ખીલે, “વૃક્ષોમાં વસે વનરાજ-વૃક્ષોમાં વસે નાગરાજ”, “પ્રાણી અને પર્યાવરણ એટલે સુખી સમૃદ્ધ માનવ જીવન”, “વન બચાવો પર્યાવરણ બચાવો” જેવા વિવિધ સૂત્રોચ્ચાર સહિત બેનરો સાથે નાનાપોંઢાના મુખ્‍ય માર્ગો ઉપર ફરીને વન્‍યપ્રાણીઓ પ્રત્‍યે લાગણી રાખવાનો સંદેશો વહેતો કર્યો હતો.

આ અવસરે વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે “વન્‍ય પ્રાણી સપ્‍તાહ” ઉજવણી અંતર્ગત જનજાગૃતિ રેલીથી સમાજને વન્‍ય પ્રાણીઓ પ્રત્‍યેની જવાબદારી પ્રત્‍યે જાગૃતતા સહિત યોજાયેલ વિવિધ કાર્યક્રમો બદલ વનવિભાગ અને વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્‍યા હતા. આ પ્રસંગે વલસાડ ધારાસભ્‍ય ભરત પટેલ, વલસાડ કલેક્‍ટર સી.આર.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, સમાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક એસ.વી.કેદારીયા, નાનાપોંઢા સરપંચ શારદાબેન, માધુ રાઉત, ગુલાબ રાઉત, નાનાપોંઢા હાઇસ્‍કૂલના આચાર્ય સહિત વન વિભાગના અધિકારી, કર્મચારીઓ, શાળા પરિવાર, શાળાના બાળકો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.

Next Story