Connect Gujarat
ગુજરાત

વલસાડ : પારડી પોલીસ પર રાજસ્થાનમાં હુમલાના કેસમાં ટોળા સામે નોંધાઇ ફરિયાદ

વલસાડ : પારડી પોલીસ પર રાજસ્થાનમાં હુમલાના કેસમાં ટોળા સામે નોંધાઇ ફરિયાદ
X

વલસાડ જિલ્લામાં થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા ગયેલી પારડી પોલીસ પર ગામ લોકોએ હિંસક હુમલો થયો હતો. આ ઘટનામાં વલસાડના પીએસઆઇ રાઠોડે 100 લોકોના ટોળા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. પારડી પોલીસ મથકે ફરજ બજાવતા પી એસ આઈ જી.આઈ. રાઠોડ, હેડ કોન્સટેબલ નરસિંહ રાજપૂત, પોલીસ કોન્સટેબલ અમિત પટેલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલા આરોપીના લોકેશન ટ્રેસ કરી તેને પકડવા ખાનગી કારમાં રાજસ્થાનના કુશલ ગઢ બરસી ગામે પહોંચ્યા હતાં.

પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી હતી તે વેળા ગામલોકો એકત્ર થઇ ગયાં હતાં. તેમણે પોલીસ ટીમ પર હુમલો કરતાં પારડી પોલીસના કર્મચારીઓને ઇજા પહોંચી હતી. આ ઘટનામાં કુશલ ગઢ પોલીસ મથકે પી એસ આઈ જી.આઈ. રાઠોડે નરબૂ નામક ઈસમ તેમજ 100થી વધુ અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. વલસાડના ડીવાયએસપી મનોજ ચાવડાએ જણાવ્યું હતું કે, ઉદવાડા અને કોલક ગામે થયેલ ચોરીના ગુનામાં પોલીસે અગાઉ બે આરોપીઓને ઝડપી પાડયાં હતાં. તેમના સાગરિતો રાજસ્થાનમાં હોવાની બાતમી મળતાં પોલીસ ટીમ ત્યાં ગઇ હતી અને આ ઘટના બની હતી.

Next Story