Connect Gujarat
Featured

વલસાડ : બોદલાઈ ગામે ફાર્મ હાઉસમાં ધાડપાડુંઓ ત્રાટક્યા, 50 તોલા સોનું સહિત 5 લાખ રોકડની ચલાવી લૂંટ

વલસાડ : બોદલાઈ ગામે ફાર્મ હાઉસમાં ધાડપાડુંઓ ત્રાટક્યા, 50 તોલા સોનું સહિત 5 લાખ રોકડની ચલાવી લૂંટ
X

હાલ વલસાડ જિલ્લો ચોરી અને લૂંટનું એપિ સેન્ટર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. પોલીસને વારંવાર ચેલેન્જ આપતી ઘટનાઓ બની રહી છે. ત્યારે બોદલાઈ ગામે એક ફાર્મ હાઉસમાં 10થી 12 જેટલા ધાડપાડુંઓ વૃદ્ધ દંપત્તિ તેમજ વોચમેનને બંધક બનાવી 5 લાખ રોકડ સહિત 50 તોલા સોનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, એક વર્ષ અગાઉ જ અમેરિકાથી વલસાડના બોદલાઈ ગામે સ્થાઈ થયેલ 75 વર્ષીય રમણ પટેલ તથા તેમના ધર્મપત્ની રૂક્ષ્મણી પટેલ પોતાના ફાર્મ હાઉસમાં આરામ કરતા હતા તે દરમ્યાન બહાર સૂતેલા 70 વર્ષીય વોચમેન ગુલાબ પટેલને મારક હથિયારો વડે બંધક બનાવ્યો હતો. ત્યાર બાદ ફાર્મ હાઉસનો દરવાજો ખખડાવતા રૂક્ષ્મણી પટેલે દરવાજો ખોલ્યો હતો, ત્યારે તમામ લૂંટારુઓએ ઘરમાં પ્રવેશ કરી લૂંટ ચલાવી હતી. ઘરના તમામ સમાનને વેરવિખેર કરી સોના અને રોકડ રકમ સહીતની લૂંટ ચલાવી હતી. લાકડા અને અન્ય હથિયાર સાથે આવેલા 10થી 15 ઈસમોએ વૃધ્ધોને ધમકાવી માત્ર 2 કલાકમાં જ 5 લાખ રોકડ સહિત 50 તોલા સોનું લઈ નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં જ વલસાડ એલ.સી.બી, એસ.ઓ.જી, ડોગ સ્કોડ તેમજ જીલ્લાભરનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

Next Story