Connect Gujarat
ગુજરાત

વલસાડ : રાજીખુશીથી અલગ થવા માંગતા પતિ-પત્ની આવ્યા લોક અદાલતમાં, ભરણપોષણ પેટે પત્નીને રૂ. 1.30 લાખ અપાયા

વલસાડ : રાજીખુશીથી અલગ થવા માંગતા પતિ-પત્ની આવ્યા લોક અદાલતમાં, ભરણપોષણ પેટે પત્નીને રૂ. 1.30 લાખ અપાયા
X

વલસાડ

ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે અલગ અલગ કેસોમાં જિલ્લા

કોર્ટની મધ્યસ્થીથી સમાધાન કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત અન્ય એક લગ્ન વિષયક કેસમાં પણ સમાધાન કરાવવામાં આવ્યું હતું.

વલસાડ

ખાતે નેશનલ લીગલ

સર્વિસ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં

લોકોના કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2014ના એક અકસ્માતમાં મૃત્યુ પામનાર અરજદાર દ્વારા 45 લાખનો ક્લેઇમ મૂક્યો હતો, જેને લઈને જિલ્લા કોર્ટ અને વીમા કંપનીમાં અધિકરીઓની મધ્યસ્થીથી સમાધાન કરાવવામાં આવતા અરજદારને રૂપિયા 31 લાખની માતબર રકમ અપાવવામાં આવી હતી, તો બીજી તરફ વર્ષ 2018ના એક અકસ્માતના કેસમાં રૂપિયા 20 લાખનો ક્લેઇમ અરજદાર તરફથી

મુકવામાં આવ્યો હતો. કોર્ટ અને જિલ્લા ન્યાયાધીશના મધ્યસ્થીથી રૂપિયા 11 લાખમાં સમાધાન કરાવવામાં આવ્યું હતું. આ લોક અદાલતને સફળ બનાવવા માટે જિલ્લા કોર્ટના તમામ ન્યાયાધીશ અને તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

ઉપરાંત

લોક અદાલતમાં એક લગ્ન

વિષયક કેસ પણ આવ્યો હતો, જેમાં કોર્ટમાં છૂટાછેડા માટે એક દંપતી દ્વારા વર્ષ 2017માં અરજી કરવામાં આવી હતી. બન્ને પતિ પત્ની અલગ અલગ રહેતા હોય અને

રાજીખુશીથી તેઓ અલગ થવા માંગતા હતા, જેને લઈને તેમના દ્વારા લોક અદાલતમાં કોર્ટ દ્વારા મધ્યસ્થી કરી

કન્યાદાનમાં મળેલ તમામ વસ્તુઓ પરત અપાવવામાં આવી અને સાથે સાથે પત્નીને રૂપિયા 1.30 લાખ સમાધાન પેટે આપવામાં આવ્યા

હતા.

Next Story