Connect Gujarat
ગુજરાત

વલસાડ : વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના કલા મહાકુંભ-2020નો કરાયો પ્રારંભ

વલસાડ : વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના કલા મહાકુંભ-2020નો કરાયો પ્રારંભ
X

ગુજરાત સરકારના રમત-ગમત અને યુવક અને સાંસ્‍કૃતિક

પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના હસ્‍તક કમિશ્નર યુવક અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ

વિભાગ આયોજીત જિલ્લા વહીવટી તંત્ર વલસાડ દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાના કલા

મહાકુંભની વિવિધ સ્‍પર્ધાઓનો શુભારંભ શાહ એન.એચ.કોમર્સ કોલેજ, વલસાડ ખાતે કરવામાં આવ્‍યો હતો.

????????????????????????????????????
????????????????????????????????????
????????????????????????????????????

રાજય સરકાર દ્વારા વિવિધ સ્‍તરે યુવા વિકાસને લગતી

પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી રહયું છે. જે યુવાનોના સર્વાંગી વિકાસ માટે જરૂરી

છે. ભણતરની સાથે સાથે સાંસ્‍કૃતિક પ્રવૃતિ અને ખેલકુદ ખૂબ જ જરૂરી છે. જે અનુભવો ભણતરમાંથી નથી મળતા, જે સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ

દ્વારા મળે છે. સારા સ્‍વાસ્‍થ્‍ય માટે અને વ્યક્તિના

મનના વિકાસ માટે પણ તે ખૂબ જરૂરી છે. આજના યુવાનોનો સર્વાંગિ વિકાસ થશે તો જ આપણા દેશનો

વિકાસ થશે.

કલા મહાકુંભ સતત ત્રીજા વર્ષે

યોજવામાં આવી રહયો છે, ત્યારે કલા મહાકુંભને મળેલા પ્રતિભાવોથી વધારે ઉત્‍સાહથી કામ કરવા પ્રોત્‍સાહન

મળે છે. કલા મહાકુંભ આજે આપણા જીવનનો અભિન્ન અંગ બનો ચુકયો છે. કલા મહાકુંભ કુલ 4

વય જૂથમાં યોજવામાં આવી હતી.

જેમાં 6થી 14, 15થી 20 , 21થી 59 અને 60 વર્ષથી ઉપરના

જેમાં તાલુકા કક્ષાએથી અને જિલ્લા કક્ષાએથી સુગમ સંગીત, ગીત, ભરતનાટ્‍યમ, એકપાત્રીય

અભિનય, વાંસળી, તબલા, હોર્મોનિયમ, શાસ્ત્રીય કંઠય સંગીત, ઓડીસી, મણિપુરી, કુચીપુડી, પખાવજ, સિતાર, ગીટાર, વાયોલીન, મૃદંગમ, સારંગી, સરોદ વગેરે કૃતિઓના વિજેતાઓ

બનેલા કલાકારોની સ્‍પર્ધા જિલ્લા કક્ષાએ થશે. ત્‍યાર બાદ તેમાથી વિજેતા બનેલા

કલાકારો પ્રાદેશિક કક્ષાએ વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્‍વ કરશે.

Next Story