Connect Gujarat
ગુજરાત

વલસાડ 12 સામાન્ય પ્રવાહ ની પૂરક પરીક્ષા મામલે અખિલ ભારતીય પરિષદે આપ્યું અલ્ટીમેટમ

વલસાડ 12 સામાન્ય પ્રવાહ ની પૂરક પરીક્ષા મામલે અખિલ ભારતીય પરિષદે આપ્યું અલ્ટીમેટમ
X

વલસાડ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયની પૂરક પરીક્ષા મામલે રજુઆત આવી હતી જેમાં કોઈ નિરાકારણ ન આવતા 2 દિવસ માં જો પરિણામ ના આવે તો એબીવીપી દ્વારા ધરણા સહિત ના જલંદ કાર્યક્રમોની ચીમકી પવામાં આવી હતી.

ધોરણ 12 સામાન્ય પ્રવાહ માં હાલ એક જ વિષય ની પરીક્ષા લેવા માં આવી હોય જેથી બે વિષય ની પૂરક પરીક્ષા લેવામાં આવે તે માટે વલસાડ જિલ્લા અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા ગત તારીખ 27 -5-19 ના રોજ જિલ્લા શિક્ષણ અધિકારી ને રજુઆત કરી હતી પરંતુ આજ દિન સુધી તે બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા આજે વલસાડ જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના સભ્યો દ્વારા શિક્ષણ આધિકારીને મૌખિક રજૂઆત કરી જો બે દિવસ માં કોઈ યોગ્ય નિર્ણય લેવા માં નહિ આવે તો એ વી બી પી એ જલદ કાર્યક્રમો કરવા ની ચીમકી ઉચ્ચારી છે.

જોકે આ સમગ્ર બાબતે વાલીઓ એ જણાવ્યું કે જે રીતે વિજ્ઞાન પ્રવાહ માં બે વિષય ની પૂરક પરીક્ષાઓ લેવામાં આવે છે એ રીતે સામાન્ય પ્રવાહને કેમ બાદબાકી રાખવા માં આવે છે સામાન્ય પ્રવાહમાં પણ પૂરક પરીક્ષાઓ હોય તો વિધાર્થીઓ ના વર્ષ ના બગડે એ હેતુસર 25 થી 30 જેટલા વાલીઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી જોકે આ સમગ્ર મામલે જિલ્લશિક્ષણ અધિકારી એ મૌન સેવી લીધું છે ત્યારે આગામી દિવસો માં વાલીઓ અને વિદ્યાર્થી પરિષદ કયાં પગલાં ભરે એ જોવાનું રહ્યું.

Next Story