Connect Gujarat
ગુજરાત

વાગરાઃ શાળાઓમાં ચાલે છે મોડેલ કાર્યક્રમ, પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કરી મુલાકાત

વાગરાઃ શાળાઓમાં ચાલે છે મોડેલ કાર્યક્રમ, પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કરી મુલાકાત
X

દસ સરકારી પ્રાથમિક શાળાઓને મોડેલ શાળા બનાવવા શિક્ષણ અધિકારીએ કર્યું આહવાન

વાગરા તાલુાકાની રહિયાદ અને સુવાગામ સહિત 10 જેટલી પ્રાથમિક શાળાઓને નવી શિક્ષણ પધ્ધિત અને મોડેલ શાળા બનાવવા માટે કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. ઈનિડગો સ્કુલ એડોપશન પ્રોગામ અંતર્ગત આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે મોડેલ સ્કૂલોમાં ગતરોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમન અન્ય અધિકારીઓ દ્નારા મુલાકાત કરી નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. શાળાઓમાં ચાલી રહેલા કાર્યક્રમને નિહાળીને જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામને અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓને સારા ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="56721,56722,56723,56724,56725,56726,56727,56728,56729,56730,56731"]

વાગરા તાલુકાના દહેજ વિસ્તારમાં એસઆરએફ કંપની દ્વારા સીએસઆર પ્રોજેક્ટ અંતર્ગત 10 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓને મોડેલ બનાવવા માટે દત્તક લેવામાં આવી છે. જે સંદર્ભે ગત રોજ એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડોદરા જિલ્લાની 15 જેટલી સરકારી પ્રાથિમક શાળાના આચાર્યો, એસએમસી સભ્યો, સરપંચો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો. એમ.એન.પટેલ તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત 50 જેટલા સભ્યોએ વાગરા તાલુકાની પ્રાથમિક શાળા રહિયાદ અને સુવાની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન શાળાને નવી શિક્ષણ પધ્ધતિ અને મોડેલ શાળા બનાવવા અનુરોધ કરી ક્રોસ લર્નિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો. એમ.એન.પટેલે બાળકો સહિત ઉપસ્થિત રહેલા સભ્યોને ઉદ્દબોધન કરી સરકારી શાળાને બેસ્ટ સ્કુલ બનાવવા આહવાન કર્યુ હતું. તેમણે રહિયાદ અને સુવા પ્રાથમિક શાળાના આચાર્ય, એસઆરએફ કંપનીના પ્રતિનિધિ રાજેશ વસાવા સહિતનાનો આભાર માન્યો હતો.

Next Story