Connect Gujarat
ગુજરાત

વાગરાનાં ધારાસભ્ય અરુણસિંહ રણા વિરુધ્ધ બેનર લાગતા ભાજપ છાવણીમાં ખળભળાટ

વાગરાનાં ધારાસભ્ય અરુણસિંહ રણા વિરુધ્ધ બેનર લાગતા ભાજપ છાવણીમાં ખળભળાટ
X

વાગરામાં ધારાસભ્યને હટાવો ભાજપ બચાવોનું બેનર લાગતા રાજકીય માહોલ ગરમાઈ જવા પામ્યો છે. આ બેનર ભાજપનાં કોઈ નારાજ કાર્યકરે લગાવ્યુ છે, કે અન્ય કોઈએ એ હજુ સુધી જાણવા મળ્યુ નથી.

વાગરા નગરનાં બસ સ્ટેન્ડ નજીક આવેલ મુખ્ય સર્કલ પર વાગરાનાં ધારાસભ્ય અરુણસિંહ રણા વિરુધ્ધ પોસ્ટર લાગતા ભારે ચકચાર મચી ગઈ છે.

અરુણસિંહ હટાવો, ભાજપ બચાવોનું બેનર લાગતા રાજકીય વાતાવરણ ગરમાઈ જવા પામ્યુ હતુ. આ અંગેની જાણ ભાજપનાં કાર્યકરોને થતા થોડીક કલાકોમાં બેનર ઉતારી લીધુ હતુ.

ઉલ્લેખનીય છે કે વાગરામાં અરૂણસિંહ રણાનાં પોસ્ટર વિવાદ વચ્ચે ભાજપ દ્વારા વાગરા વિધાનસભા બેઠક પરનાં ઉમેદવાર તરીકે તેઓનાં નામની પસંદગી કરવામાં આવી છે.

Next Story